Advertisement

Gujarat Corona Update / કોરોનાની બીજી લહેર નબળી પડી, આજે નોંધાયા માત્ર આટલા કેસ

08:50 PM Jun 12, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

કોરોનાની બીજી લહેર નબળી પડી છે. ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. જ્યારે પોઝિટિવિટી રેટમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 490 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1278 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ઉપરાંત 6 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.46 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,99,012 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9991 નોંધાયો છે.

રાજ્યમાં હાલમાં 10 હજાર 863 એક્ટિવ કેસો

આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 10 હજાર 863 એક્ટિવ કેસો, 272 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 10 હજાર 591 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 9,991 એ પહોંચી છે.

જાણો ક્યાં કેટલાં કેસ, કેટલાં ડિસ્ચાર્જ થયાં અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

રાજ્યમાં અત્યાર સુધી 2 કરોડ ડોઝ અપાયા

12 જુન શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોના રસીના 2 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. 2 કરોડ રસીના આ ડોઝમાં આજ સુધીમાં 1 કરોડ 55 લાખ પ્રથમ ડોઝ અને 45 લાખ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે.

Read Also

Advertisement

The post Gujarat Corona Update / કોરોનાની બીજી લહેર નબળી પડી, આજે નોંધાયા માત્ર આટલા કેસ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next