Advertisement

GUJARAT CORONA: ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, 24 કલાકમાં 5000ને પાર થયા નવા કેસ

08:30 PM Apr 10, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 5011 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદા 1409 કેસ આવ્યા છે. જ્યારે બીજા નંબરે સુરત 913 કેસ આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મોતના આંકડાના વાત કરીએ તો, આ જીવલેણ વાયરસની સામે 49 લોકોના મોત થયા છે.

મોતના મામલે જોઈએ તો, સુરતમાં સૌથી વધારે આજે 15 લોકોના મોત થયા છે, જ્યારે અમદાવાદમાં 14 લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આવેલા 5011 કેસ નવા નોંધાયા છે. જ્યારે 2525 દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા આપવામા આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 287617 લોકોનું રસીકરણ થયું છે.

The post GUJARAT CORONA: ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, 24 કલાકમાં 5000ને પાર થયા નવા કેસ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next