Advertisement

Gujarat Corona / રાજ્યમાં રિકવરી રેટ પહોંચ્યો 96 ટકાને પાર, છેલ્લાં 24 કલાકમાં નવા 1120 કેસ ને 16નાં મોત

07:47 PM Jun 04, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ગુજરાતમાં આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1120 કેસ નોંધાયા છે તો નવા 16 દર્દીઓનાં આજે મોત નિપજ્યાં છે. તદુપરાંત 3398 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 96.07 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,82,374 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9,906 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 75 હજાર 139 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં હાલમાં 22 હજાર 110 એક્ટિવ કેસો

આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 22 હજાર 110 એક્ટિવ કેસો, 412 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 21 હજાર 698 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 9,906 એ પહોંચી છે.

જાણો ક્યાં કેટલાં કેસ, કેટલાં ડિસ્ચાર્જ થયાં અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post Gujarat Corona / રાજ્યમાં રિકવરી રેટ પહોંચ્યો 96 ટકાને પાર, છેલ્લાં 24 કલાકમાં નવા 1120 કેસ ને 16નાં મોત appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next