Advertisement

Gujarat Corona / કોરોનાની બીજી લહેર પૂર્ણતાના આરે, આજ રોજ નોંધાયા નવા 1871 કેસ, રિકવરી રેટ વધ્યો

08:29 PM May 30, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ગુજરાતમાં સતત કોરોનાના કેસો પણ ઘટી રહ્યાં છે તો બીજી બાજુ મોતની સંખ્યા પણ સતત ઘટી ગઇ છે. એવામાં રાજ્યમાં આજ રોજ છેલ્લાં 24 કલાકમાં નવા 1871 કેસ નોંધાયા છે તો આજ રોજ માત્ર 25 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 5146 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.40 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,62,270 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9815 નોંધાયો છે. રાજ્યમાં આજે કુલ 1 લાખ 83 હજાર 070 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. એટલે કે રસીકરણના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

રાજ્યમાં હાલમાં 35 હજાર 403 એક્ટિવ કેસો

આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 35 હજાર 403 એક્ટિવ કેસો, 521 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 34 હજાર 882 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 9815 એ પહોંચી છે.

જાણો ક્યાં કેટલાં કેસ, કેટલાં ડિસ્ચાર્જ થયાં અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

કોરોનાની મહામારી વચ્ચે બાળકો પણ MIS-C નામના રોગના ભોગ બની રહ્યાં છે

અત્રે નોંધનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે બાળકો પણ MIS-C નામના રોગના ભોગ બની રહ્યા છે. માત્ર એક દિવસના બાળકને Mis -C થયો હોવાનો રાજ્યનો પ્રથમ કેસ સામે આવ્યો છે.માત્ર જન્મના 12 કલાકમાં જ બાળકને Mis- c નામનો રોગ થયો છે.આ બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું છે.

Advertisement

નવજાત શિશુને આઇસીયુમાં ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યું છે. માતાને પ્રેગનેન્સીના દોઢ મહિના પહેલા કોરોના થયો હતો ..જેના કારણે બાળકને જન્મતાની સાથે આ રોગ થયો હતો..જન્મજાત બાળકને Mis- c થતાં તબીબો માટે પણ ચિંતાનો વિષય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post Gujarat Corona / કોરોનાની બીજી લહેર પૂર્ણતાના આરે, આજ રોજ નોંધાયા નવા 1871 કેસ, રિકવરી રેટ વધ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next