Advertisement

Gujarat Corona / રાજ્યમાં એક્ટિવ કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થતા પ્રજાને હાશકારો, આજે નોંધાયા નવા 1333 કેસ

08:22 PM Jun 02, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ગુજરાતમાં ઘટતા જતા કોરોનાના કેસો વચ્ચે આજે રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રૂપાણી સરકારે વેપારીઓના હિતમાં નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા. 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્યમાં કોરોનાના ઘટતા જતા કેસો વચ્ચે આજ રોજ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1333 કેસ નોંધાયા છે તો નવા 18 દર્દીઓનાં આજે મોત નિપજ્યાં છે. તદુપરાંત 4098 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 95.55 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,75,958 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9873 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 1 લાખ 72 હજાર 901 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં હાલમાં 26 હજાર 232 એક્ટિવ કેસો

આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 26 હજાર 232 એક્ટિવ કેસો, 452 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 25 હજાર 780 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 9873 એ પહોંચી છે.

જાણો ક્યાં કેટલાં કેસ, કેટલાં ડિસ્ચાર્જ થયાં અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

Advertisement

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા. 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાત્રિ કરફ્યુ વધુ એક અઠવાડિયું લંબાવાયું, સમયમાં કોઇ જ ફેરફાર નહીં

મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાંક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.રાજ્યમાં હાલમાં 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.એટલે કે આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

The post Gujarat Corona / રાજ્યમાં એક્ટિવ કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થતા પ્રજાને હાશકારો, આજે નોંધાયા નવા 1333 કેસ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next