Advertisement

Gujarat Corona / રાજ્યમાં કોરોના હવે કાચબા ગતિએ, રિકવર રેટ 97 ટકાને પાર તો આજે નોંધાયા 262 કેસ

09:37 PM Jun 18, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત હવે ઘટાડો થઇ રહ્યો છે એવામાં બીજી લહેર ધીમી પડતા જનતાને મોટી રાહત થઇ છે. ત્યારે આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા છે તો નવા 5 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 776 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 97.90 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,04,668 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,023 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 55 હજાર 046 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં હાલમાં 7 હજાર 230 એક્ટિવ કેસો

આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 7 હજાર 230 એક્ટિવ કેસો, 198 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 7 હજાર 32 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 10,023 એ પહોંચી છે.

જાણો ક્યાં કેટલાં કેસ, કેટલાં ડિસ્ચાર્જ થયાં અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

કોરોનાની બીજી લહેર ધમી પડતા જ રાજકીય કાર્યક્રમ શરૂ

જો કે બીજી બાજ કોરોનાની બીજી લહેર ધમી પડતા જ વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા રાજકીય કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં ભાજપ મહિલા મોરચા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. શહેરના નહેરુનગર સર્કલથી ઝાંસી કી રાનીના પૂતળા સુધી આ પદયાત્રા યોજવામાં આવી. જ્યાં  ઝાંસી કી રાનીને વિરાંજલી અર્પણ કરવામાં આવી. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે આ પ્રકારના કાર્યક્રમ યોજવાની સરકારની મનાઈ હોવા છતાં ભાજપ મહિલા મોરચા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post Gujarat Corona / રાજ્યમાં કોરોના હવે કાચબા ગતિએ, રિકવર રેટ 97 ટકાને પાર તો આજે નોંધાયા 262 કેસ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next