Advertisement

ધાંધિયા/ ધોરણ 10 માટે પ્રથમ સત્રનું પેપર લીક થઈ ગયું, ગુજરાત બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને તપાસ કરવા આદેશ કર્યો

08:00 AM Oct 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ધો.૯થી૧૨ની સ્કૂલોમાં ૧૮મી ઓક્ટોબરથી પ્રથમ સત્રની પરીક્ષા શરૃ થઈ છે ત્યારે આજે ધો.૧૦માં વિજ્ઞાાન વિષયની પરીક્ષામાં એક જિલ્લામાંથી પ્રશ્નપત્ર જવાબો સાથે સોશયલ મીડિયામાં ફરતુ થઈ ગયુ હતુ.ત્યારબાદ ગુજરાત બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને તપાસ કરવા આદેશ કર્યો છે.કેટલીક સ્કૂલોએ બોર્ડના પ્રશ્નપત્રનો વિકલ્પ સ્વીકાર્યો છે પરંતુ પરીક્ષા ટાઈમ ટેબલ મુજબ ન લઈ પોતાના સમયથી લેતા પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર સ્કૂલે આવી જતા ત્યારબાદ પ્રશ્નપત્ર લીક થઈ ગયુ હોઈ અને વાઈરલ થયુ હોવાની ચર્ચા છે.

ગુજરાત બોર્ડે પ્રથમ સત્રની પરીક્ષામાં સ્કૂલોને બોર્ડના પ્રશ્નપત્રોથી પરીક્ષા લેવી કે સ્કૂલોના પ્રશ્નપત્રોથી પરીક્ષા લેવી તેનો વિકલ્પ આપ્યો હતો.મોટા ભાગની ઘણી સ્કૂલોએ પોતાના પ્રશ્નપત્રોથી પરીક્ષા લીધી છે અને કેટલીક સ્કૂલોએ બોર્ડના પ્રશ્નપત્રોથી પરીક્ષા લેવાનુ સ્વીકાર્યુ હતું.બોર્ડ દ્વારા દરેક વિષયના પ્રશ્નપત્રોની સોફ્ટ કોપી સીલબંધ કવરમાં મોકલવામા આવે છે અને ત્યારબાદ સ્કૂલોને મોકલાય છે.આજે ધો.૧૦માં વિજ્ઞાાન વિષયની પરીક્ષા દરમિયાન પરીક્ષાના  થોડા સમય પહેલા પ્રશ્નપત્ર જવાબો સાથે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ જવાની ફરિયાદો ઉઠી હતી.

કોઈ એક જિલ્લાની સ્કૂલમાંથી પ્રશ્નપત્ર વાઈરલ થયુ હોવાની ચર્ચા છે.જો કે પ્રશ્નપત્ર વાઈરલ થયા બાદ બોર્ડે સ્પષ્ટતા કરતા તમામ ડીઈઓને પરિપત્ર કરતા જણાવ્યુ હતું કે દરેક ડીઈઓ મારફતે બોર્ડ દ્વારા સીલબંધ કવરમાં જ પેપર મોકલાય છે અને સ્કૂલોને પરીક્ષાનો વિકલ્પ પણ મળ્યો હતો. પ્રશ્નપત્ર અન્યોના હાથમાં સર્ક્યુલેટ થયુ છે તે ખૂબ જ ગંભીર બાબત છે. પરીક્ષાલક્ષી તમામ સાહિત્ય શાળા કક્ષાએ સીલબંધ કવરમાં પહોંચાડવાની જવાદારી ડીઈઓની છે. જેથી જિલ્લાની કોઈ શાળાએ બોર્ડના પ્રશ્નપત્રનો વિકલ્પ સ્વીકાર્યો હોય અને બોર્ડના સમયપત્રકનું પાલન ન કર્યુ હોય તે બાબત ડીઈઓ કક્ષાએ ચકાસી જરૃરી પગલા લેવામા આવે. પ્રશ્નપત્રની ગોપનીયતા અને વિશ્વસનીયતા ખૂબ જ અગત્યની હોવાથઈ જવાબદારો સામે ડીઈઓ કક્ષાએથી પગલા લેવામા આવે.

READ ALSO

Advertisement

The post ધાંધિયા/ ધોરણ 10 માટે પ્રથમ સત્રનું પેપર લીક થઈ ગયું, ગુજરાત બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને તપાસ કરવા આદેશ કર્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next