Advertisement

વડગામ ખાતે ગુજરાતનો સૌથી મોટા અને એકમાત્ર જનમાલિકીના ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન, અપક્ષ જીગ્નેશ મેવાણીએ જનતાનો માન્યો આભાર

08:19 PM Aug 28, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એમના મતવિસ્તારની જનતા માટે ભવ્ય સ્ટેટ ઓફ દ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વાળો ઓક્સિજન પ્લાન્ટ ત્યાર કરી દીધો છે.  આ પ્લાન્ટ પ્રતિ દિન 800 જેટલા જંબો ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરી શકશે, જેનું આજરોજ છાપી PHC ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

  • ગુજરાતના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્ય માંથી અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બનાવ્યો સૌથી મોટો અને ભવ્ય ઓક્સિજન પ્લાન્ટ
  • વડગામના છાપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક કરોડ રૂપિયાના ખર્ચે  ઓક્સિજન પ્લાન્ટ તૈયાર

આ પ્લાન્ટથી એક દિવસમાં 8 ક્યુબિક મેટ્રિક ટન જેટલું મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાય એવો પ્લાન્ટ જે માત્ર વડગામ નહીં સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ઓક્સિજન પૂરું પડવાની સમતા ધરાવે છે.

કોરોનાની બીજી લહેર બાદ જે પરિસ્થિત ગુજરાત અને દેશ ભરમાં સર્જાય ત્યારે જ ધારાસભ્યશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે વડગામની જનતા માટે કોઈ પણ કિંમતે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવો છે. ત્યાર બાદ એક સંસ્થા “વિ ધ પિપલ ચેરિટેબલ ટ્રસ્ટ” મદદ કરવા સામે આવ્યું પરંતુ એનું ખાતું સરકાર દ્વારા ફ્રિજ કરવામાં આવ્યું હતું. આખરે ધારાસભ્ય જીગ્નેશ મેવાની દ્વારા હાઈ કોર્ટમાં કેસ દાખલ કરી , કોર્ટની મંજૂરી મેળવી પોતાની ગ્રાન્ટમાંથી એક કરોડના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો છે.  ગુજરાતના તમામ ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા બનાવવામાં આવેલો આ સૌથી મોટો પ્લાન્ટ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post વડગામ ખાતે ગુજરાતનો સૌથી મોટા અને એકમાત્ર જનમાલિકીના ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન, અપક્ષ જીગ્નેશ મેવાણીએ જનતાનો માન્યો આભાર appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next