Advertisement

ગુજરાત ATSને મળી સફળતા, પોલીસને થાપને ફરાર થયેલો કુખ્યાત આરોપી અશરફ નાગોરી ઝડપાયો

05:29 PM Sep 19, 2021 | pratik shah |
Advertisement

GSTV

ગુજરાત રાજ્યમાં 14 જેટલા ગંભીર ગુનાનો વોન્ટેડ આરોપી ગુજરાત ATSના સકંજામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત પોલીસ માટે માથાનો દુઃખાવો બનેલા કુખ્યાત આરોપીની મહારાષ્ટ્ર ધરપકડ કરવામાં આવી છે. જાન્યુઆરી મહિનાથી પોલીસને થાપ આપી આ આરોપી નાસતો ફરતો હતો. કોણ છે આ કુખ્યાત આરોપી જોઈએ આ અહેવાલમાં

ગુજરાત એટીએસની ગિરફતમાં રહેલ કુખ્યાત અશરફ નાગોરીની મહારાષ્ટ્ર ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી છેલ્લાં 9 મહિનાથી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર નવાપુરામાં પોતાની ઓળખ બદલી છુપાઈ રહેતો હતો..જો કે એટીએસને બાતમી મળતાં ઝડપી લેવામાં આવ્યો છે.

આરોપી અશરફ નાગોરી અને તેનાં ચાર સાગરીતો વિરૂદ્ધ 11 જાન્યુઆરી રોજ સુરત લાલગેટ પોલીસ સ્ટેશન ગુજસીટોક ગુનો નોંધાયો હતો.જેમાં આરોપી અશરફ અને તેનાં સગીરતો એડવોકેટ હસમુખલાલ પર ફાયરીંગ કરીને જીવલેણ હુમલો કર્યો હતો.. જેમાં 3 આરોપી ધરપકડ થઈ છે અન્ય એક સાગરીત ફરાર છે જેની પોલીસે તપાસ શરૂ કરી છે.

READ ALSO

Advertisement

The post ગુજરાત ATSને મળી સફળતા, પોલીસને થાપને ફરાર થયેલો કુખ્યાત આરોપી અશરફ નાગોરી ઝડપાયો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next