Advertisement

લ્યો કરો વાત!: ગુજરાતમાં વન્ય જીવો અભ્યારણ્યમાં પણ સલામત નથી

10:57 PM Jun 19, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

અભ્યારણ્યની આસપાસ ઇકો-સેન્સિટીવ ઝોન ઘટાડો વન્યજીવ સૃષ્ટિ પર કેવા ઘાતક પરિણામો આવી શકે તેનો અંદેશો આવી ગયો છે. ભાવનગર ભાલના કાળા તળાવ વિસ્તારમાં પાંચ કાળિયારના મોત થયા જે ખૂબજ ગંભીર વાત છે  આ વિસ્તાર ઓરિજનલ ઇકો-સેન્સિટીવ ઝોનમાં હતો પણ સુધારેલા ઇકો-સેન્સિટીવ ઝોનમાં હવે આ વિસ્તાર નથી.

સરકાર વિકાસના મદમાં અને ઉદ્યોગોના લાભમાં એક જ મત્તુ મારીને આખી પોલિસી બદલી નાંખે છે. જે અબોલ જીવો માટે કેવી ઘાતક નીવડે છે. તે કાળિયારના મોતરૂપી આ બોલતો પુરાવો છે. એમ કહીએ કે હવે ગુજરાતમાં વન્ય જીવો અભયારણ્યમાં પણ સલામત નથી.

ઇકો સેન્સિટિવ ઝોનમાં કાળિયારને સાચવવા વેળાવદર આસપાસ મીઠા ઉદ્યોગને નિયંત્રિત કરવાની ભલામણ કરી છે. પણ રાજ્યનાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડને પત્ર લખીને કહી દીધુ છે કે, નવા ઇકો-સેન્સિટીવ ઝોનની બહારના વિસ્તારમાં મીઠાં ઉદ્યોગ માટે વન વિભાગની મંજૂરી મેળવવી જરૂરી નથી. વન્યજીવ સંરક્ષણ મામલે રાજ્યમાં વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ હોવાથી કાળિયારના મૃત્યુની ઘટનાનો સિલસિલો આગળ ઉપર પણ ચાલુ રહેવાની સંભાવના નકારી શકાય એમ નથી.

બ્લેકબક નેશનલ પાર્ક-વેળાવદર નજીક આવેલા નર્મદ ગામ પાસે પાંચ કાળિયારનાં અકુદરતી રીતે મોત નીપજ્યાં એ તેનો બોલતો પુરાવો છે. નર્મદ ગામે બે નર અને ત્રણ માદા કાળિયારોનાં મોત થયાં. વન વિભાગને શંકા છે કે, આ પાંચેય કાળિયાર કેમિકલયુક્ત પાણી પીવાથી મૃત્યુ પામ્યાં છે. આ માટે નર્મદ ગામ પાસે આવેલી એક કેમિકલ બનાવતી ફેક્ટરી શંકાનાં ઘેરામાં છે. વેળાવદરનું  કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન દેશભરમાં ઘાસિયા મેદાનના કારણે વન્ય-પ્રાણી સંરક્ષણ માટે જાણીતું છે, પણ હવે વન વિભાગની નીતિને કારણે આ ઘાસિયા મેદાનો અને કાળિયાર પર કાયમી સંકટ તોળાઇ રહ્યું છે.

Advertisement

વન્યજીવ સંરક્ષણ ધારો 1972 મુજબ કાળિયાર શિડ્યુલ-1 કેટેગરીમાં સમાવિષ્ટ છે.

વેળાવર આસપાસ કાળીયારની સંખ્યા

વર્ષ પાર્ક અંદર પાર્ક બહાર
2015 1800 3500
2010 1642 3240
2005 1487 1884

જો કે, મોટા પ્રમાણમાં કાળિયાર નેશનલ પાર્કની બહાર રહે છે એ વાતને ધ્યાનમાં રાખી આ પાર્કનો ઇકો-સેન્સિટીવ ઝોન બનાવ્યો હતો. આ ઓરિજનલ ઇકો-સેન્સિટીવ ઝોનમાં 32 ગામોનો સમાવેશ થતો હતો અને નેશનલ પાર્કની આસપાસના એક કિલોમીટરથી લઇ 26 કિલોમીટર વિસ્તારને તેમાં આવરી લેવામાં આવ્યો હતો. પણ રાજકીય દબાણને વશ થઇ સરકારે રાતો-રાત આ ઇકો-સેન્સિટીવ ઝોન ઘટાડીને નહીં જેવો જ કરી નાંખ્યો. હવે ઇકો-સેન્સિટીવ ઝોનની હદ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની ફરતે માત્ર એક કિલોમીટરથી લઇ 3.70 કિલોમીટરના વિસ્તારનો જ સમાવેશ થાય છે, જે કાળિયાર માટે મૃત્યુઘંટ સમાન બન્યો છે.

The post લ્યો કરો વાત!: ગુજરાતમાં વન્ય જીવો અભ્યારણ્યમાં પણ સલામત નથી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next