Advertisement

જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, કોરોનાની સારવારમાં વપરાતા ઇન્જેક્શન-દવાઓ પર ઘટાડ્યા GST દર

07:52 PM Jun 12, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

કોરોનાના દર્દીઓની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન, દવાઓ તેમજ સાધનો પરના જીએસટી દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક મળી. જેમાં નાણાંપ્રધાન નીતિન પટેલ પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા.

બેઠક બાદ નીતિન પટેલે જણાવ્યું કે કોરોનામાં ઉપયોગમાં લેવાતી ટોસિલિઝૂમેબ દવા ટેક્સ ફ્રી કરવામાં આવી છે. તો લોહી પાતળું કરવા માટે વપરાતા ઇન્જેક્શન પર પણ 12 ટકા જીએસટી ઘટાડીને 5 ટકા કરાયો છે. જ્યારે કે રેમડેસિવીર ઇન્જેક્શન પરનો ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે.

મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શન એમ્ફોટેરિસિન-બી પરનો ટેક્સ પણ સંપૂર્ણ હટાવાયો છે કે જે પહેલા 5 ટકા હતો. જ્યારે કે વેન્ટિલેટર, કોવિડ ટેસ્ટિંગ કીટ, ડી ડાઇમર ટેસ્ટ, પલ્સ ઓક્સિમીટર, સેનિટાઇઝર પર જીએસટી દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. તો એમ્બ્યુલન્સ વાન પરનો પણ જીએસટી ઘટાડી 28 ટકાથી 12 ટકા કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે શનિવારે કોવિડ-19 સંબંધિત ઘણા ઉત્પાદનો અને દવાઓ પરના જીએસટી રેટમાં ઘટાડો કર્યો છે. 44મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયોના કારણે કોરોના દર્દીઓને ઘણી રાહત મળશે. નાણામંત્રીએ જણાવ્યું કે,મંત્રી સમૂહ દ્વારા કરવામા આવેલી કોવિડ-19 ઉત્પાદનો પર જીએસટી ઘટાડાની ભલામણનો સ્વીકાર કરાયો છે. આ નવા દર 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. નાણામંત્રીએ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ જણાવ્યું કે, બ્લેક ફંગસની દવા એમ્ફોટેરિસિન-બી પર કોઈ જીએસટી નહીં લાગે. આ સાથે જ ટોસિલજુમેબ પર પણ કોઈ ટેક્સ નહીં લાગે. જીએસટી કાઉન્સિલે રેમડેસિવિર પરનો ટેક્સ ઘટાડી 12 ટકામાંથી 5 ટકા કર્યો હતો. એમ્બ્યુલન્સ પરનો જીએસટી દર ઘટાડીને 12

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, કોરોનાની સારવારમાં વપરાતા ઇન્જેક્શન-દવાઓ પર ઘટાડ્યા GST દર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next