Advertisement

મોંઘવારીથી બચવાનો તોડ/ ગેસ સિલેન્ડરથી ખાવાનું બનાવાની રીત જૂની થઈ ગઈ, શહેરોમાં વધી રહ્યો છે હવે આ ટ્રેંડ

10:29 PM Oct 18, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ગેસ સિલેન્ડ અને PNG પર ખાવાનું બનાવાની રીત હવે ધીમે ધીમે જૂની થતી જાય છે. દેશમાં વિજળીથી ચાલતા ચુલ્હા અને સાધનો પર ખાવાનું બનાવાનું ચલણ વધી રહ્યુ છે. આ મામલે દિલ્હી અને તમિલનાડૂમાં 17 ટકા લોક હવે ઈલેક્ટ્રોનિક સાધનો દ્વારા જમવાનું બનાવી રહ્યા છે. રિસર્ચ ઈંસ્ટીટ્યૂટ કાઉંસિલ ઓન એનર્જી, એનવાયરમેંટ એન્ડ વોટરની એક સ્ટડીમાં આ દાવો કરવામાં આવ્યો છે.

આ રાજ્યોમાં આવ્યો ફેરફાર

સોમવારે જાહેર કરવામાં આવેલા સ્ટડીમાં કહેવાયુ છે કે, દિલ્હી, તમિલનાડૂ, તેલંગણા, આસામ અને કેરલમાં ઈંડક્શન ચુલ્હા, ભાત બનાવવા માટે ઈલેક્ટ્રોનિક કુકર અને માઈક્રોવેવ ઓવન જેવા વિજળીથી ચાલતા સાધનો દ્વારા ખાવાનું બનાવાનું ચલણ વધી રહ્યુ છે. આ સ્ટડીમાં જણાવ્યા અનુસાર દિલ્હી અને તમિલનાડૂમાં 17 ટકા પરિવારો જમવાનું બનાવવા માટે ઈલેક્ટ્રિક માધ્યમો અપનાવા લાગ્યા છે. જ્યારે તેલંગણામાં આ 15 ટકા છે. કેરલ અને આસામમાં 12 ટકા લોકો ઈ કુંકીંગ વ્યવસ્થા અપનાવે છે.

આ સ્ટડી રેઝિડેંશિયલ એનર્જી સર્વે 2020 પર આધારિત છે. આ સર્વે ઈનીશિએટીવ ફોર સસ્ટેનેબલ એનર્જી પોલીસી સાથે મળીને કરવામાં આવ્યો હતો. આ સૌથી વધારે વસ્તી વાળા 21 રાજ્યોના 152 જિલ્લામાં કુલ 15,000 શહેરી અને ગ્રામિણ પરિવારો સાથે જોડાયેલા આંકડા પર આધારિત છે. અહીં ઉલ્લેખનીય છે કે, સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં ખાવાનું બનાવવા માટે ગો ઈલેક્ટ્રોનિક અભિયાન શરૂ કર્યું હતું. જેનો અર્થ એ હતો કે, વિજળીથી ચાલતા સાધાનોથી ખાવાનું બનાવવા લાભને પ્રોત્સાહન આપવું. આ સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે, શહેરી પરિવારની વચ્ચે ઈ કુકીંગની પહોંચ 10.3 ટકા છે, જ્યારે ગ્રામિણ પરિવારોમાં તે ફક્ત 2.7 ટકા છે.

દેશમાં 5 ટકા પરિવારોએ ઈ કુકીંગને અપનાવ્યું

કુલ મળીને દેશભરમાં ફક્ત 5 ટકા પરિવારોએ ઈ કુકીંગને અપનાવ્યુ છે.એલપીજીની હાલની કિંમતને જોતા વિજળી પર સબ્સિડી મેળવનારા પરિવાર માટે ઈ કુકીંગ સસ્તું છે. જો કે, આ સાધનોની ખરીદી પર શરૂઆતાં ખર્ચ અને વિજળીથી ચાલતા ચુલા પર ખાવાનું બનાવવા ધારણાના કારણે શહેરી પરિવારોમાં હજૂ તે વ્યવસ્થિત રીતે જગ્યા બનાવી શક્યુ નથી.

Advertisement

READ ALSO

The post મોંઘવારીથી બચવાનો તોડ/ ગેસ સિલેન્ડરથી ખાવાનું બનાવાની રીત જૂની થઈ ગઈ, શહેરોમાં વધી રહ્યો છે હવે આ ટ્રેંડ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next