Advertisement

ડૉક્ટરોની હડતાળ: સરકાર આકરા પાણીએ, હોસ્ટેલના પાણી-વીજકનેક્શન કાપી નંખાયા

08:06 AM Aug 08, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

વિવિધ માંગણીઓને લઇને રાજ્યની સરકારી હોસ્પિટલોમાં બોન્ડેડ આધારિત ડૉક્ટરો ઉપરાંત રેસિડેન્ટ ડોકટરોએ  સરકાર સામે બાંયો તાણી છે. સતત ત્રીજા દિવસે ડૉક્ટરોની હડતાળ યથાવત રહી હતી જેના કારણે હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ પર અસર જોવા મળી હતી.

રાજ્ય સરકારે પણ હડતાળિયા ડોક્ટરો સામે કડક વલણ દાખવ્યુ છે અને હોસ્ટેલોમાં પાણી-વિજળીના જોડાણો કાપી નાખ્યા છે. જોકે, રેસિડેન્ટ ડૉક્ટરોએ સરકાર સામે લડત જારી રાખવા એલાન કર્યુ છે.

ડોક્ટરોએ માંગ કરી છેકે, સાતમા પગારપંચનો લાભ આપવામાં આવે, પ્રથમ વર્ષના પીજીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસૃથાઓમાં નિમણૂંક કરવામાં આવે, અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ એસઆર બોન્ડ યોજના લાગુ કરવામાં આવે.  વિવિધ માંગણીઓને લઇને અમદાવાદ, રાજકેટ, વડોદરા અને સુરતની મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ પાડી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. 

ઉલ્લેખનીય છેકે, ગઇકાલે જ આરોગ્ય મંત્રીએ ચિમકી ઉચ્ચારી હતીકે, સરકારી પૈસે ભણેલા ડૉક્ટરો ગામડાઓમાં સેવા કરવા તૈયાર રહે. આ ઉપરાંત જો હડતાલ યથાવત રાખશે તો ડૉક્ટરોને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવશે. નીતિન પટેલની ચિમકી છતાં ય આજે સતત ત્રીજા દિવસે પણ હડતાળ જારી રહી હતી. ડૉક્ટરો કોઇપણ ભોગે સમાધાન કરવાના મૂડમાં નથી. આ તરફ, રાજ્ય સરકાર પણ ડૉકટરો સામે ઝુકતુ મૂકવાના મતમાં નથી. 

Advertisement

સરકારે કડક વલણ દાખવી વડોદરા અને જામનગર મેડિકલ કોલેજોની હોસ્પિટલના પાણી અને વિજળી કનેક્શન કાપી નાંખ્યા હતાં. ગુજરાત ઇન્ટર્ન ડૉક્ટર એસોસિએસને ટ્વિટ કરીને આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો. ડૉક્ટરોએ એલાન કર્યુ છેકે, જયાં સુધી માંગો પૂર્ણ નહી કરવામાં આવે ત્યાં સુધી સરકાર સામેની લડાઇ જારી રહેશે. 

આ બાજુ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હડતાળને ગેરવ્યાજબી ઠેરવી ડૉક્ટરોને હડતાળ છોડી કામે લાગી જવા અપીલ કરી છે. આમ, સરકાર અને રેસિન્ન્ટ ડૉક્ટરો આમને સામને આવ્યા છે. આગામી સોમવારથી આ લડત વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

READ ALSO

The post ડૉક્ટરોની હડતાળ: સરકાર આકરા પાણીએ, હોસ્ટેલના પાણી-વીજકનેક્શન કાપી નંખાયા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next