Advertisement

કરી નાખી નિર્લજ્જતાની હદ પાર / અભદ્ર વિડીયો મોકલીને સરકારી કર્મચારીએ કરી મહિલા શિક્ષિકા સાથે ગેરરીતિ

07:36 PM Sep 05, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

લોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિક્ષણ વિભાગના એક રંગીન મિજાજ બાબુનું પરાક્રમ સામે આવ્યું છે. સરકારી કામ માટે ઓફિસમાં આવેલી પ્રાથમિક શાળાની શિક્ષિકાના કામને પૂરું કરવાને બદલે તેમણે તેના ફોન પર અભદ્ર વીડિયો મોકલ્યો. આ અભદ્ર વિડીયો જોઈને હેબતાઈ ગયેલી મહિલા શિક્ષિકાએ લોની વિભાગના શિક્ષણાધિકારીને ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી છે. તેમનું કહેવું એવું છે કે, તે આ ઘટનાને લઈને હાલ તણાવ અનુભવી રહી છે. હાલ આ સરકારી બાબુએ અધિકારીક તપાસ હાથ ધરવામાં આવી છે.

ખોડા કોલોની ખાતે પ્રાથમિક શાળામાં કામ કરતી આ શિક્ષિકાએ આરોપ લગાવ્યો છે કે, તેણે એજ્યુકેશન ઓફિસર લોનીની ઓફિસમાં તૈનાત બાબુને એનપીએસ અને સિલેક્શન ગ્રેડ અંગેના ફોર્મ સબમિટ કર્યા હતા. તેમણે આ સરકારી બાબુને ઘણીવાર ફોન કર્યો હતો પરંતુ, આ સરકારી બાબુએ ફોન ઉપાડ્યા નહિ. આ જ રીતે શિક્ષકે શુક્રવારે બપોરે 2.15 વાગ્યાની આસપાસ બાબુને ફોન કર્યો હતો ત્યારે ફોન ઉપાડવા છતાં પણ સરકારી બાબુએ તેની સાથે બરાબર વાત કરી ન હતી. જ્યારે કોઈ પ્રતિસાદ ન મળ્યો ત્યારે તેમણે આ અંગે બીઇઓ લોનીને જાણ કરી.

પીડિતાએ જણાવ્યું હતું કે, સરકારી બાબુએ સાંજે ૪.૧૫ વાગ્યાની આસપાસ તેના બીજા નંબર પરથી તેના ફોન પર એક અભદ્ર વીડિયો મોકલ્યો હતો અને આ સમયથી જ તે તણાવમાં ચાલી ગઈ. ત્યારબાદ પીડિતાએ મહિલા શિક્ષક સંગઠનના પ્રમુખ નીતુ શર્મા સાથે મળીને શિક્ષણ અધિકારીને આ આરોપી સરકારી બાબુ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બીજી તરફ શિક્ષણ અધિકારી પ્રવીણ અગ્રવાલે જણાવ્યું હતું કે, જો આ કેસ તપાસમાં તે સરકારી બાબ દોષી સાબિત થશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આરોપી બાબુનું કહેવું એવું છે કે, જે નંબર પરથી અભદ્ર વીડિયો ટીચરને મોકલવામાં આવ્યો હતો તે પહેલા તેની સાથે હતો પરંતુ, લગભગ ત્રણ વર્ષ પહેલા તેણે નંબર બંધ કરી દીધો હતો. તેને ખબર પડી છે કે, આ નંબર કોઈ બીજા પાસે છે અને તેણે શિક્ષકને અશ્લીલ વીડિયો મોકલ્યા છે.

Read Also

Advertisement

The post કરી નાખી નિર્લજ્જતાની હદ પાર / અભદ્ર વિડીયો મોકલીને સરકારી કર્મચારીએ કરી મહિલા શિક્ષિકા સાથે ગેરરીતિ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next