Advertisement

ચિંતામુક્ત થઈ જાવ / Googleનું આ શાનદાર ફિચર સ્માર્ટફોન્સને રાખશે Virus-Free, આવી રીતે કરો ઉપયોગ

07:34 PM Sep 20, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

આપણે બધા સ્માર્ટફોનને વાયરસ અને માલવેરથી સુરક્ષિત રાખવા માંગીએ છીએ. Google એક નવું ફિચર લઇને આવ્યો છે, જે તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સને વાયરસ અને માલવેરથી સુરક્ષિત રાખી શકે છે. Googleનું આ પ્રાઇવસી પ્રોટેક્શન ફીચર તમારા ફોનને સુરક્ષિત રાખશે અને ફક્ત એક અપડેટથી તમે ચિંતામુક્ત થઈ જશો. ચાલો તેના વિશે જાણીએ…

ગૂગલનો ઓટો-રીસેટિંગ ફિચર

એન્ડ્રોઇડ 11ના અપડેટની સાથે Google એક ખાસ ઓટો-રીસેટિંગ પર્મિશન્સ ફિચર લઇને આવ્યું છે, જેનાથી જો તમારા ફોનની કોઈ એપ લાંબા સમયથી ઉપયોગમાં નથી લેવાતી, તો ફોન ઓટોમેટિકલી તેને સ્ટોરેજ, માઇક, કેમેરા અને બીજા સેન્સિટિવ ફીચર્સની એક્સેસ બંધ કરી દે છે.

એન્ડ્રોઇડ 11 અપડેટ પછી જો કોઈ એપ એવી છે, જેનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે, તો તેને સ્ટોરેજ જેવા ફીચર્સ માટે અલગથી પરમિશન આપવી પડશે કારણ કે આ નવા ફિચર હેઠળ ફોન ઓટોમેટિકલી આ પર્મિશન્સને રિજેક્ટ કરી દેશે. તેનાથી આ એપ્સ બેકગ્રાઉન્ડમાં ડેટાનો ઉપયોગ નહીં કરી શકે અને તમારો ફોન સુરક્ષિત રહેશે.

એન્ડ્રોઇડ 11ના યુઝર્સ ઉપરાંત કોને મળશે આ લાભ

ગૂગલ આ ફીચરને એ તમામ સ્માર્ટફોન્સ માટે પણ લઇને આવશે, જે એન્ડ્રોઇડ 6 અથવા તેના પછીન વર્ઝન્સ પર કામ કરે છે. Googleનું માનવું છે કે તેના આ ફીચરથી તે કરોડો એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સને પ્રોટેક્ટ કરી શકશે.

Advertisement

એક અહેવાલ મુજબ એન્ડ્રોઇડ 6 અને એન્ડ્રોઇડ 10ના વર્ઝન્સ પર કામ કરતા તમામ સ્માર્ટફોન્સ માટે Google ડિસેમ્બર સુધી આ અપડેટ જારી કરશે. Googleનું કહેવુ છે કે ગૂગલ પ્લે સર્વિસિઝ પર આ ફીચર ઓટોમેટિક ઉપલબ્ધ થઈ જશે, તેને ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે.

Read Also

The post ચિંતામુક્ત થઈ જાવ / Googleનું આ શાનદાર ફિચર સ્માર્ટફોન્સને રાખશે Virus-Free, આવી રીતે કરો ઉપયોગ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next