Advertisement

Google વેચી રહ્યું છે બટાકાની ચિપ્સ, મળી રહી છે પેકેટ પર તમારું નામ લખવાની પણ તક

08:17 PM Sep 16, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

અમેરિકન ટેક કંપની ગૂગલ ટૂંક સમયમાં આગામી ફ્લેગશિપ Pixel 6 લોન્ચ કરશે. કંપનીએ Pixel 6 વિશે પહેલાથી જ કહ્યું છે અને તસવીરો પણ બહાર પાડી છે. હવે કંપની Google ઓરિજિનલ ચિપ્સ વેચી રહી છે, પણ કેમ?

વાસ્તવમાં ગૂગલે પ્રથમ વખત સ્માર્ટફોન ચિપસેટ રજૂ કરી છે. તેનું નામ ટેન્સર છે અને હવે આ જ ચિપસેટ Pixel 6 શ્રેણીમાં જોવા મળશે.

ચિપ અને ચિપ્સ વચ્ચે આકાશ અને જમીનનો તફાવત છે, પરંતુ સાંભળવામાં બંને સમાન લાગે છે. કંપનીની યોજના તેની નવા ચિપસેટને પ્રમોટ કરવાની અને Pixel 6 ને વધુ ને વધુ લોકપ્રિય બનાવવાની છે.

જાપાનમાં, કંપનીએ Pixel 6ના પ્રમોશન હેઠળ ગૂગલ ઓરિજિનલ ચિપ્સ રજૂ કરી છે. આ બટાકાની ચિપ્સ છે જેના દ્વારા કંપનીએ તેના ટેન્સર ચિપસેટ પર પ્રકાશ પાડ્યો છે.

Advertisement

ગૂગલની ઓરિજિનલ ચિપ્સના પેકેટનો Pixel 6 સીરીઝ જેવો જ રંગ રાખવામાં આવ્યો છે. રિયલ પેનલ બરાબર સમાન રંગ અને ડિઝાઇનમાં દેખાશે.

ગૂગલે પાંચ રંગ વિકલ્પો સાથે ચિપ્સના પેકેટ તૈયાર કર્યા છે. કંપનીએ 10,000 ચિપ્સ બેગ બનાવી છે. જોકે આ ભારતમાં ઉપલબ્ધ નથી, કારણ કે ગૂગલ ભારતમાં તેનું લેટેસ્ટ Pixel પણ લોન્ચ કરતું નથી.

ચિપ્સના પેકેટના નીચે ગૂગલ સોલ્ટી ફ્લેવર લખેલું છે. તેની નીચે જ Google Pixel કમિંગ સુન પણ લખેલું મળશે. Pixel 6 સિરીઝ ડિઝાઇન

જાપાનમાં ગૂગલે લોકોને ગૂગલની ચિપ્સના પેકેટને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ પણ આપ્યો છે. એટલે કે, લોકો ચિપના પેકેટની બાજુમાં તેમના નામ પ્રિન્ટ કરાવી શકે છે.

Pixel 6 શ્રેણીમાં આપેલા ટેન્સર ચિપસેટની વાત કરીએ તો આ વખતે ગૂગલ આ ચિપસેટ દ્વારા એપલ સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહ્યું છે. આનું કારણ એ છે કે એપલ તેના આઇફોનમાં પહેલેથી જ તેની પોતાની ચિપસેટ પૂરી પાડે છે.

ALSO READ

The post Google વેચી રહ્યું છે બટાકાની ચિપ્સ, મળી રહી છે પેકેટ પર તમારું નામ લખવાની પણ તક appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next