Advertisement

આને કહેવાય સંવેદનશીલ સરકાર: ભથ્થુ આપવા માટે સરકાર શોધી રહી છે બેરોજગારો, દર મહિને આપવાના છે 2500 રૂપિયા

10:02 PM Jun 12, 2021 | Pravin Makwana
Advertisement

GSTV

છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારે બેરોજગારી ભથ્થુ આપવાનું કરેલુ વચન પુરુ કરવાની મથામણ ચાલુ કરી દીધી છે. તેના માટે તમામ જિલ્લામાં 18થી 40 વર્ષના યુવાનોને વિગતો એકઠી કરવામાં આવી રહી છે. જિલ્લામાં અલગ અલગ માધ્યમોથી વિગતો એકઠી થઈ રહી છે. આ સંબંધિત લોકોને પણ જાણકારી આપવાનું કહેવામાં આવી રહ્યુ છે.

રાજ્યના અલગ અલગ વિભાગની મદદથી કૌશલ વિકાસ ટેકનિક શિક્ષણ અને રોજગાર વિભાગ આ પ્રકારના આંકડા એકઠા કરી રહ્યુ છે. તંત્રએ પણ તમામ નિગમો અને સરકારી ઓફિસોમાં પત્ર લખીને આંકડાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી દીધી છે.

મુખ્યમંત્રી ભૂપેશ બધેલ

અધિકારીઓેને જણાવવામાં આવ્યુ છે કે, બેરોજગારોની સંખ્યાની સાથે જાન્યુઆરી 2019થી અત્યાર સુધીના અલગ અલગ વિભાગ, સમુદાય તથા સામાજિક કાર્યોમાં જોડાયેલા યુવાનોની જાણકારી પણ આપો. સાથે જ એવા લોકોની સંખ્યા માગવામાં આવી રહી છે જેમાં સરકારના વિભાગ, સંસ્થા, નિગમોમાં કામ કરતા લોકોને પ્રોત્સાહન રાશિ અને નાણાકીય સહાય અપાતી હોય.

આપને જણાવી દઈએ કે, અહીંની કોંગ્રેસ સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બેરોજગારીને 2500 રૂપિયા પ્રતિમાસ ભથ્થુ આપવાનું વચન આપ્યુ હતું. લગભગ બે વર્ષ પહેલા આ માટે ઉચ્ચરસ્તરિય સમિતિ પણ બનાવી હતી.

22 મહિનામાં જ ઘટી ગયા ચાર લાખથી વધારે બેરોજગાર

Advertisement

સરકારી આંકડા અનુસાર જાન્યુઆરી 2019માં રજીસ્ટ્રર્ડ થયેલા બેરોજગારની સંખ્યા 23 લાખ હતી. જે નવેમ્બર 2020માં ઘટીને 18 લાખ 90 હજાર થઈ. એટલે કે, 22 મહિનામાં બેરોજગારોની સંખ્યા ચાર લાખ 13 હજાર ઘટી. આપને જણાવી દઈએ કે, ડિસેમ્બર 2018માં ભૂપેશ બધેલે રાજ્યના મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળી હતી.

READ ALSO

The post આને કહેવાય સંવેદનશીલ સરકાર: ભથ્થુ આપવા માટે સરકાર શોધી રહી છે બેરોજગારો, દર મહિને આપવાના છે 2500 રૂપિયા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next