Advertisement

જાણો રાજ્ય અને સમગ્ર દેશમાં જાણીતા ગુજરાતના ગોલ્ડન ગામ વિશે

08:16 AM Jun 25, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

આંખોમાં સપના,બાવડામાં પરિશ્રમ, હૈયામાં આત્મવિશ્વાસની નૈયા અને ગામ સંગઠનનો સરવાળો એટલે ગોલ્ડાન વિલેજ રફાળાનું નવસર્જન. રાષ્ટ્રપ્રેમ, ધર્મપ્રેમના રંગે રંગાઈને સમગ્ર રાષ્ટ્રને નવી રાહ ચીંધે છે આ ગોલ્ડન વિલેજ.

આ છે રફાળા ગામનો પ્રવેસ ગેટ, રફાળા ગામ રાજ્ય અને સમગ્ર દેશમાં ગોલ્ડન ગામ તરીકે જાણીતું છે. આખાય રફાળા ગામને ગોલ્ડન રંગથી રંગી દેવામાં આવ્યું છે. સમગ્ર ગામને આર.સી.સી પેપર બ્લોકથી સજાવ્યું છે. એટલું નહિ આર.સી.સી બ્લોકમાં વરસો સુધી કોઈ ભાંગતોડ ના કરવી પડે તે માટે અંડરગ્રાઉન્ડ પાણી અને ડ્રેનેજનું સમજણ પૂર્વક આયોજન કરાયું છે.

આ ગામની શરુઆતમાં જ પ્રવેશતા ભારતમાતાની મૂર્તિ તેમજ ગામમાં મુખ્ય શહીદ સ્મારક ચોક આવેલો છે. સાથે જ ઇન્ડિયા ગેટ, બંદૂક, અમર જવાન જ્યોત, સંસદ ભવન, વારી-ગૃહ બનાવેલા છે. સાથે જ સુખી પરિવાર અને દુઃખી-પરિવારની ઝાંખી આપતું દ્રશ્ય બતાવી વ્યસન મુક્તિની ઝુંબેશને વેગ અપાયો છે.

આ ગામમાં જન્મેલી અને પરણીને સાસરે ગઈ હોય એવી 451 દીકરીઓના હાથના કંકુથાપા, ફોટા અને વિગત સાથેનું “મીઠા સંભારણાનું મ્યુઝિયમ” આવેલું છે. આ ઉપરાંત 1999થી આજ સુધી વ્યક્તિ વિશેષની મુલાકાત વગેરેની ટૂંકી વિગત સાથે ફોટાઓનું પ્રદર્શન પણ રાખવામાં આવેલું છે. આ ઉપરાંત સ્મશાનની વ્યાખ્યા બદલી નાખે એવું મુક્તિધામ પણ આવેલું છે.

Advertisement

The post જાણો રાજ્ય અને સમગ્ર દેશમાં જાણીતા ગુજરાતના ગોલ્ડન ગામ વિશે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next