Advertisement

ક્રાંતિકારી શોધ: ગિરનાર માંથી મળી આવી એવી વનસ્પતિ જે જીવે છે જીવજંતુ પર

11:33 PM Aug 26, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

પશુ પક્ષી જીવ જંતુ પ્રાણીઓ મોટાભાગે વનસ્પતિઓ જીવન નિર્વાહ કરતા હોય છે. પરંતુ ગીરનારના જંગલમાં એક એવી વનસ્પતિ મળી છે કે જે જીવજંતુ પર નભે છે. આખરે એવી તો કંઇ વનસ્પતિ છે જેનું જીવન જીવજંતુ છે.

ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે હિમાલયનો પણ પ્રપિતામહ ગણાતો ગિરનાર અનેક સંપદાઓનો ધરોહર છે. ગિરનારનો ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વનું અનેક વેદ પુરાણમાં ઉલ્લેખ છે તેવા ગિરનારમાં જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સીસ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા નવી નવી વનસ્પતિઓની શોધ માટે ગીરનારના જંગલોમાં ઠેરઠેર ઘુમી રહ્યા છે.

જેમાં સામાન્ય રીતે જીવાણુઓ વનસ્પતિને ખોરાક તરીકે ખાતા હોય છે. પરંતુ લાઈફ સાયન્સીસ ડિપાર્ટમેન્ટની ટીમને એક એવી વનસ્પતિ મળી આવી છે કે જે જીવાણુ ખાઈ અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે આ વનસ્પતિનું નામ છે

યુટ્રિકયુલેરીયા જનાર્થનામી. આ વનસ્પતિ ભારત દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં નોંધાઈ છે ત્યારબાદ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સીસ ડિપાર્ટમેન્ટની ટીમને નજરે ચડતા તેણે આ વનસ્પતિને ઓળખ માટે પૂના ખાતે વનસ્પતિશાસ્ત્રના વૈજ્ઞાનિકની ટીમને મોકલી તેની ઓળખ કરાવી હતી.

Advertisement

યુટ્રિકયુલેરીયા જનાર્થનામી વનસ્પતિ પથરાળ વિસ્તારમાં સતત પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યાં જ થાય છે અને આ વનસ્પતિ ભાગ્યે જ થાય છે આ જાતની કુલ ચાર વનસ્પતિઓ ગીરનારના જંગલમાં જોવા મળી છે તેમાંથી ત્રણ જાત ગુજરાતમાં અગાઉ નોંધાયેલી છે. પરંતુ યુટ્રિકયુલેરીયા જનાર્થનામી સૌપ્રથમવાર ગુજરાતમાં જૂનાગઢના ગીરનારના જંગલમાં આવેલ હોવાનું સતાવાર આઈડેન્ટીફાઈ થયું છે.

યુટ્રિકયુલેરીયા જનાર્થનામી નામની વનસ્પતિનો ખોરાકનાં જીવાણું છે. એટલે જ આ વનસ્પતિ કાર્નિવરસ વનસ્પતિ કહેવામાં આવે છે તેના મૂળ કોથળી જેવા હોય છે જેમાંથી તે સૂક્ષ્મ જીવાતું ને ચૂસી લે છે એક થી દોઢ વેત જેટલી લાંબી વનસ્પતિની ઓળખ તેના ફલાવરીગ ઉપરથી થાય છે દેખાવમાં તો આ વનસ્પતિ સામાન્ય જ લાગે છે હાલમાં વનસ્પતિની અલગ-અલગ ચાર જાતો મળી છે.

વિવિધ વનસ્પતિઓ ના ભંડાર ગણાતા ગરવા ગિરનારની સંશોધનની આ સફળતા સમગ્ર ગુજરાત માટે મહત્વની સાબિત રૂપ થશે. હવે નરસિંહ મહેતા યુનિવર્સિટી ની આ ટીમ આ વનસ્પતિ મેડિકલ ઉપયોગમાં આવે છે કે કેમ તેના પર પણ હજુ વધુ સંશોધન પણ કરી રહી છે. આમ ગરવા ગિરનારમાં અનોખી વનસ્પતિની જાત જોવા મળી છે. ત્યારે જો હજુ પણ ગિરનારની સંપદાઓનું સંશોધન થાય તો હજુ પણ અનેક નવા અને અલભ્ય વૃક્ષો અને તેની પ્રજાતિઓ સામે આવે તેવી શક્યતાઓ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post ક્રાંતિકારી શોધ: ગિરનાર માંથી મળી આવી એવી વનસ્પતિ જે જીવે છે જીવજંતુ પર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next