Advertisement

જ્યારે ઇઝરાયલમાં ગૂંજ્યો શાહરૂખ ખાનની ફિલ્મનો સોન્ગ કલ હો ના હો…, અનોખા સ્વાગતથી વિદેશમંત્રી જયશંકર આશ્ચર્યચકિત

11:33 PM Oct 18, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

વિદેશ મંત્રી એસ જયશંકર હાલ ઇઝરાયલના પ્રવાસે છે. જયશંકર અને તેમનું પ્રતિનિધિમંડળ એ સમયે આશ્ચર્યચકિત થયા જ્યારે ઇઝરાયેલમાં સેન્ટર ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલીવુડ ગીતો તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યા.

મેનાશે સમુદાયની અંધ ભારતીય યહૂદી યુવતી દીના સામટેએ વિદેશ મંત્રી જયશંકર અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું અને શાહરૂખ ખાનની ફિલ્મ – ‘કલ હો ના હો’ અને ‘કુછ કુછ હોતા હૈ’ના હિટ સોન્ગ ગાયા. આવું સ્વાગત જોઈને વિદેશ મંત્રી અને તેમનું પ્રતિનિધિમંડળ ભાવુક થઈ ગયા. યહૂદી છોકરી દીના સામટે શાલ્વાના બેન્ડનો હિસ્સો હતી.

ઇઝરાયલના અલ્ટરનેટ વડાપ્રધાન અને વિદેશ મંત્રી યાયર લાપિડે જયશંકર માટે શાલ્વા કેન્દ્રમાં લંચનું આયોજન કર્યું હતું. આ સેન્ટર વિકલાંગ વ્યક્તિઓની દેખરેખ રાખે છે અને તેમને સામાજિક સમાવેશ માટેના ટૂલ પૂરા પાડે છે. 2007માં મણિપુરથી ઇઝરાયેલ આવ્યા બાદ સમતેને થોડા વર્ષો પહેલા ઇઝરાયલના સ્વતંત્રતા દિવસની સત્તાવાર ઉજવણીમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો.

શાલ્વા જન્મથી લઈને પુખ્તાવસ્થા સુધી વિવિધ રીતે વિકલાંગ વ્યક્તિઓને ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે. ઉપરાંત સંગઠન ધર્મ, વંશીય પૃષ્ઠભૂમિ અથવા નાણાકીય ક્ષમતાને ધ્યાનમાં લીધા વગર તમામ લોકોને સમાન પહોંચ અને તકો પૂરી પાડવા માટે જાણીતું છે.

Advertisement

વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઇઝરાયલ મ્યુઝિયમની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ કુદાવુમ્બગમ કોચિની સિનાગોગની રેપ્લિકા અને ડેડ સી સ્ક્રોલ પણ જોશે. તેઓ કોચીન યહૂદી સમુદાયના કેટલાક યુવાન સભ્યો સાથે પણ વાતચીત કરશે.

Read Also

The post જ્યારે ઇઝરાયલમાં ગૂંજ્યો શાહરૂખ ખાનની ફિલ્મનો સોન્ગ કલ હો ના હો…, અનોખા સ્વાગતથી વિદેશમંત્રી જયશંકર આશ્ચર્યચકિત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next