Advertisement

લાતો કે ભૂત બાતો સે નહીં માનતે: સ્ટેશન પર યુવતીએ હોબાળો મચાવ્યો, નહીં કરાવું કોરોના ટેસ્ટ, જે થાય તે કરી લો

06:43 PM Apr 21, 2021 | Harshad Patel
Advertisement

GSTV

પોલિસ સાથે ગેરવર્તણૂંકના વીડિયો સોશ્યલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યાછે. કેટલાક દિવસો પહેલા દિલ્હીમાં એક કપલે પોલિસ સાથે ગેરવર્તણૂંક કરી હતી. આવો જ એક વિડિયો રાજસ્થાનના જોધપુરથી વાયરલ થયો છે. જ્યાં રેલ્વે સ્ટેશન પર એક છોકરીએ પોલિસ સાથે ગાળાગાળી કરતી દેખાઈ રહી છે.

મહિલા પોલિસ કર્મીએ શાંતિથી છોકરીને કોરોના ટેસ્ટ કરાવવા વિનંતી કરી

વીડિયોમાં સ્પષ્ટદેખાઈ રહ્યું છે કે મહિલા પોલિસ કર્મી શાંતિથી છોકરીને કોરોના ટેસ્ટ કરાવવા વિનંતી કરી રહ્યા છે. પરંતુ છોકરીએ તેમની કોઈ વાત ના સાંભળી. પહેલા તો તે ફોન પણ કોઈને ફરિયાદ કરતી હતી. બોલે છે કે તેને ટેસ્ટ નથી કરાવવો. અને અહીં જબરદસ્તી તેનો ટેસ્ટ કરાવાઈ રહ્યો છે. પછી તે મહિલા પોલિસ કર્મચારી સાથે ઝગડો કરવા લાગે છે.

1 કલાક સુધી રેલ કર્મચારી અને જીઆરપી પોલિસના જવાન છોકરીને સમજાવી

લગભગ 1 કલાક સુધી રેલ કર્મચારી અને જીઆરપી પોલિસના જવાન છોકરીને સમજાવે છે. પરંતુ તેણે કોઈની વાત ન સાંભળી. છોકરી મોડી સાંજે ભોપાલ એક્સપ્રેસથી એક લગ્ન પ્રસંગ માટે જોધપુર આવી હતી. રાજ્ય સરકારે બીજા પ્રદેશમાંથી આવનારા મુસાફરોનો આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરી રાખ્યો છે. જ્યારે તેને કોરોના રિપોર્ટ બાબતે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું તેની પાસે નથી.

છોકરીએ ગુસ્સે થઈને પોલિસ જવાનોને ગાળો આપી

તે પછીથી રેલ અધિકારીએ સેમ્પલ આપવા માટે કહ્યું. પરંતુ છોકરી એટલી ગુસ્સે થઈ ગઈ કે પોલિસ કર્મીઓ સાથે ગેર વર્તણૂંક કરવા લાગી. આ દરમિયાન છોકરીએ ગાળો પણ બોલી. સ્ટેશન પર હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર વાયરલ કરી દીધો.

પ્રેમથી ન માની તો ફરિયાદ નોધવા કહેતાં સેમ્પલ આપવા રેડી થઈ

Advertisement

પહેલા પોલિસે તેને પ્રેમથી સમજાવી. જ્યારે તે ન માની તો તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની વાત કહી. એ પછીથી છોકરીએ પોતાના સેમ્પલ આપ્યા. રાજસ્થાનમાં કોરોના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાંલોકોને પ્રશાસન દ્વારા વારંવાર સહયોગ આપવાની વાત કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

The post લાતો કે ભૂત બાતો સે નહીં માનતે: સ્ટેશન પર યુવતીએ હોબાળો મચાવ્યો, નહીં કરાવું કોરોના ટેસ્ટ, જે થાય તે કરી લો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next