Advertisement

સમયની બચત / ભાવનગર-સુરતીવાસીઓ માટે ખુશખબર, આજથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનો પુનઃ પ્રારંભ

07:50 AM Oct 19, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ભાવનગર અને સુરત વચ્ચે જળમાર્ગે કનેક્ટિવિટી વધારવામાં મહત્વપૂર્ણ ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ આજે ફરી શરૂ થવા જઈ રહી છે. અઢી માસ જેટલાં સમય સુધી બંધ રહેલી પેક્સ ફેરી સર્વિસ. દિવાળી પૂર્વે ફરી શરૂ થતાં લોકોને ઓછા સમયમાં ભાવનગર અને સુરત આવવા જવા માટે સમય બચત સાથેની સુવિધા મળશે.

નવેમ્બર માસનું બુકિંગ ખુલશે 23મી તારીખથી

ટ્વિન સિટી તરીકે ઓળખાતા ભાવનગર-સુરત નવેમ્બર-૨૦૨૦થી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. દરમિયાનમાં ફેરી સર્વિસનું સંચાલન કરતા ઈન્ડિગો સિવેયઝ કંપની દ્વારા વોયેજ સિમ્ફની જહાજને વાર્ષિક શેડયૂલ મુજબ ડ્રાય ડોક મેન્ટેનન્સ માટે મોકલવામાં આવતા ઘોઘા-હજીરા ફેરી સર્વિસને ૨૪મી જુલાઈથી બંધ કરવામાં આવી હતી. જેના કારણે અઢી માસથી વધુ સમય સુધી ફેરી સર્વિસ બંધ રહ્યાં બાદ જહાજનું મેન્ટેનન્સ કામ પૂર્ણ થઈ જતાં ટ્રાયલ અને સરકારી ચકાસણીની પ્રક્રિયા પૂરી થતા ફેરી સર્વિસને ઓપરેટ કરવા માટે લીલીઝંડી મળી ગઈ છે.

સવારે ૮ કલાકે હજીરાથી પ્રથમ ટ્રીપ ઉપડશે. જ્યારે ઘોઘાથી બપોરે ૩ કલાકે પ્રથમ ફેરો થશે. અઢી માસ બાદ ફેરી સર્વિસ શરૂ થવાની હોવાથી પ્રારંભિક દિવસોમાં સંભવત્ ટ્રાફિક ઓછો મળશે. જો કે, દિવાળીના સમયમાં ફૂલ ટ્રાફિક રહેવાની ધારણાં છે. હાલ ટિકિટ બુકીંગ માટે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને સુવિધા ઉપલબ્ધ છે.

READ ALSO :

The post સમયની બચત / ભાવનગર-સુરતીવાસીઓ માટે ખુશખબર, આજથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનો પુનઃ પ્રારંભ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next