Advertisement

નટુકાકાનો ગુજરાત સાથે ગાઢ નાતો / સુરતમાં ભજવ્યા હતા 100થી વધારે નાટકો, અહીં થયુ હતુ ફિલ્મનું એડિટીંગ

04:34 PM Oct 04, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

એમને બધા તેના મૂળ નામ ઘનશ્યામ નાયક કરતા નટુકાકાથી વધુ ઓળખે. મૂળ ભવાઇના માણસ ઘનશ્યામભાઇને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ વૈશ્વિક ઓળખ અપાવી. સાદગી અને સંપૂર્ણ રંગભૂમિનો વરેલા ઘનશ્યામભાઇનું રવિવારે નિધન થયુ હતુ. સુરત સાથે અભિનયને લઇને તેમનો સુંદર સબંધ રહ્યો છે. સુરતમાં તેમણે ૧૦૦થી વધુ નાટકો કર્યા હતા. એ સિવાય અનેક કાર્યક્રમોમાં ગેસ્ટ તરીકે પણ તેઓ અવાર નવાર સુરતના મહેમાન બન્યા હતા.

જૂની રંગભૂમિમાં ઘનશ્યામ નાયકનું ઉજળુ નામ હતુ. સુરતમાં પણ તેઓએ જૂની રંગભૂમિના નાટકો કર્યા હતા. આયોજક વસીમ જરીવાલાનાં જણાવ્યા અનુસાર સુરતમાં ઘનશ્યામભાઇ વર્ષ ૧૯૭૫થી નાટકો કરતા હતા. એ સમયે રંગ ઉપવન, ટેક્સટાઇલ હોલ અને બાદમાં તેમણે ગાંધી સ્મૃતિ ભવનમાં પણ નાટકોની ભજવણી કરી છે. અંદાજિત ૧૦૦થી વધુ નાટકો તેમણે સુરતમાં ભજવ્યા છે. જો કે આ નાટકોમાં તેમનો રોલ મોટા ભાગે કોમેડીયન પાત્રનો રહેતો. આઇએનટીના અસંખ્ય નાટકોમાં તેમણે અભિનય કર્યો છે. સાદુ વ્યક્તિત્વ અને કામથી કામ રાખવામાં તેઓ માનતા. દરેક આર્ટીસ્ટની માફક તેમને પણ સુરતનું ફૂડ પસંદ હતુ. ખાસ કરીને સ્ટેશન વિસ્તારમાં કંદ(રતાળુ)ની પુરી તેમને ખુબ ભાવતી. આ ઉપરાંત સુરતી ઉંધીયુ પણ ગમતુ. છેલ્લા ૧૫-૧૭ વર્ષથી તેઓ સુરતમાં નાટક ભજવણી અર્થે નથી આવ્યા પણ અન્ય નવરાત્રિ વગેરે કાર્યક્રમોમાં ઘણી બધી વાર આવ્યા હતા. તારક મહેતા સિરીયલ સાથે સંકળાયેલા સુરતના નાટકકાર મહેશ વકીલના જણાવ્યા અનુસાર નટુકાકા સ્ટેટ ફોરવર્ડ વ્યક્તિત્વ હતુ. નટુકાકા બે વાર મહેશભાઇના ઘરે પણ આવ્યા હતા. રંગભૂમિને તેનાથી વધુ સમર્પિત માણસ મળવો મુશ્કેલ છે.

વર્ષ ૨૦૧૬માં ઘનશ્યામ નાયકની ‘એક્કો બાદશાહ રાની’ ફિલ્મનું એડિંટીંગ સુરતના સ્ટુડીયોમાં થયુ હતુ. એડિટર ધર્મેશ ચાંચડીયાએ કહ્યુ કે ફિલ્મનું શૂટીંગ વખતે હું હાજર હતો. તેઓ એકદમ ધરા સાથે જોડાયેલા કલાકાર હતા. સુરતના સ્ટુડીયો પર તેઓ એક એડ ફિલ્મના ડબીંગ માટે આવ્યા ત્યારે ત્રણથી ચાર કલાક સ્ટુડીયોમાં રોકાયા હતા. આ સિવાય સુરતના પ્રોડયુસર દીપક સોની સાથે પણ ઘનશ્યાન નાયકની મીટીંગ થઇ હતી. પ્રોડયુસરે તેમની ગુજરાતી ફિલ્મ ઉંધીનાપુરમાં એક પાત્ર માટે સંપર્ક કર્યો હતો. પણ તારીખોની પ્રોબ્લેમના કારણે બાદમાં એ રોલ અસરાનીએ કર્યો હતો.

Read Also

The post નટુકાકાનો ગુજરાત સાથે ગાઢ નાતો / સુરતમાં ભજવ્યા હતા 100થી વધારે નાટકો, અહીં થયુ હતુ ફિલ્મનું એડિટીંગ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next