Advertisement

ચકચારી ઘટના/સુરત-મરોલી હાઈવે પર આવેલા જાણીતા રિસોર્ટમાં યુવતી સાથે ગેંગરેપ, પાંચ લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

09:40 AM Sep 25, 2021 | Bansari |
Advertisement

GSTV

નવસારીમાં ગેંગરેપની ચકચારી ઘટના સામે આવી છે. નવસારીની યુવતી સાથે સુરત-મરોલી હાઈવે પર આવેલા એક જાણીતા રિસોર્ટમાં ગેંગરેપ થયાનું સામે આવ્યું છે. રિસોર્ટમાં કામ કરતી યુવતીને લગ્ન પ્રસંગમાં રોકી રાખી હતી બાદમાં આઈસક્રીમ ખાધા બાદ બેભાન હાલતમાં યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રિસોર્ટમાં યુવતી બેભાન હતી તે સમયે સામૂહિક દુષ્કર્મ આચર્યાની લેખિત ફરિયાદ નોંધાવી છે. યુવતીએ રિસોર્ટના માલિક સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ગ્રામ્ય પોલીસે લેખિત ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે.

યુવતીએ લેખિત ફરિયાદ નોંધાવી

યુવતીએ રિસોર્ટમાં તેની સાથે બેભાન થયા બાદ અઘટિત ઘટના ઘટી હોવાનું અને સામૂહિક દુષ્કર્મ કરાયાની આશંકા વ્યકત કરી ડીએસપી અને ગ્રામ્ય પોલીસ મથકમાં લેખિત અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરાયો હતો. આ પ્રકરણમાં ગ્રામ્ય પોલીસે રિસોર્ટના કેટલાક લોકોના નિવેદનો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.જોકે, તે બાદ વધુ તપાસ ન થતાં યુવતીએ પોતાની સાથે બનેલી ઘટનામાં ન્યાયની માંગણી કરી હતી. ગ્રામ્ય પોલીસે આ બાબતે સત્ય હકીકત બહાર લાવવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

Read Also

The post ચકચારી ઘટના/સુરત-મરોલી હાઈવે પર આવેલા જાણીતા રિસોર્ટમાં યુવતી સાથે ગેંગરેપ, પાંચ લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next