Advertisement

રૂપાણી સરકારનો મોટો નિર્ણય, અહીં માત્ર 3 દિવસમાં બનશે પ્રતિ મિનિટ 300 લિટર ઓક્સિજનનું ઉત્પાદન કરતો પ્લાન્ટ

02:59 PM Apr 21, 2021 | Bansari
Advertisement

GSTV

રાજયમાં ઓક્સિજનની અછત વચ્ચે સરકારે ગાંધીનગરના કોલવડા પાસે ઓક્સિજન પ્લાન્ટ બનાવવા મંજુરી આપી છે. કોલવડા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવા મંજૂરી અપાઇ ચૂકી છે. અમેરિકાથી પ્લાન્ટ માટે મશીનરી મંગાવાઈ છે. માત્ર ત્રણ દિવસમાં પ્લાન્ટ ઉભો કરવામાં આવશે. આ પ્લાન્ટમાં પ્રતિ મિનિટ 300 લિટર ઑક્સિજનું ઉત્પાદન થશે.

સિવિલ હોસ્પિટલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનો વપરાશ

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજનની મુશ્કેલીઓ વધુ થઇ રહી છે, જેના કારણે ઓક્સિજનનો અછત સર્જાઇ છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસથી દૈનિક ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ થાય છે, જ્યારે માર્ચમાં દૈનિક ૧૩ ટન ઓક્સિજનનો જ વપરાશ થતો હતો. છેલ્લાં પંદર દિવસમાં અહીં ૭૬૪ ટન ઓક્સિજન વપરાયો છે.

કોરોનાની નવી લહેર દરમિયાન છેલ્લા પંદર દિવસમાં અંદાજિત ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે. સિવિલ સંકુલમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં, સિવિલ બિલ્ડીંગમાં અને મંજુક્ષી હોસ્પિટલમાં ૨૦-૨૦ હજાર લિટરની ક્ષમતા ધરાવતી લિક્વિડ ઓક્સિજનની ટેન્ક રાખવામાં આવી છે. આમ સંકુલની કુલ ક્ષમતા ૬૦ હજાર લિટર છે. અત્યારે ૭૫થી ૮૦ ટકા જેટલાં કોવિડ દર્દીઓને ઓક્સિજનની જરૃરિયાત હોવાથી આ ટેન્કને દિવસમાં બેથી ત્રણવાર રિફિલ કરવામાં આવે છે. ટેન્કમાં રહેલા લિક્વિડ ઓક્સિજનનું તાપમાન -૧૯૬ ડિગ્રી સેલ્શિયસ હોય છે. સેન્ટ્રલ લાઇન દ્વારા તેનો પ્રવાહ વિવિધ વોર્ડ સુધી પહોંચાડવામાં આ વતો હોવાથી ઓક્સિજનનો પ્રવાહ અટકાવની શક્યતા રહેતી નથી.

Read Also

The post રૂપાણી સરકારનો મોટો નિર્ણય, અહીં માત્ર 3 દિવસમાં બનશે પ્રતિ મિનિટ 300 લિટર ઓક્સિજનનું ઉત્પાદન કરતો પ્લાન્ટ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next