Advertisement

સીએમ રૂપાણીના વડપણમાં મળી કેબિનેટ બેઠક, કોરોનાની સ્થિતિ અંગે થઇ ચર્ચા / કોંગ્રેસના સવાલ

05:51 PM Apr 07, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિ તેમજ મહાનગરોમાં હોસ્પિટલની વ્યવસ્થા મુદ્દે ચર્ચા થઇ. આ ઉપરાંત રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ મુદ્દે પણ ચર્ચા હાથ ધરવામાં આવી. રાત્રિ કર્ફ્યુનું કડક પાલન થાય તે માટે રાજ્યના ગૃહ વિભાગને સૂચન આપવામાં આવી છે. સાથે જ સરકારના તમામ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને નિયમોનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કોરોનાના સંક્રમણ તેમજ કરફ્યુ મુદ્દે ફરી એક વખત ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે રાજ્યમાં કોરોના બેફામ બન્યો હોવા છતાં સરકાર કોરોનાના સાચા આંકડા સામે ન આવે તેવા પ્રયાસો કરે છે. સરકાર આરટીપીસીઆર ટેસ્ટ કરવાને બદલે એન્ટીજન ટેસ્ટ જ કરે છે.

હાઇકોર્ટની ટકોર મુદ્દે મોઢવાડિયાએ જણાવ્યું કે સરકારે જ્યારે અમુક બાબતોનો આધાર લેવો હોય ત્યારે જ હાઇકોર્ટનું માને છે. ભાજપ સરકાર બાકીના કિસ્સામાં કોર્ટનું પણ નથી માનતી. સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવા જોઇએ. આ ઉપરાંત મોઢવાડિયાએ રેમડેસિવીર ઇન્જેક્શનની અછત મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રેમડેસિવીર ઇન્જેક્શનમાં ખુલ્લેઆમ કાળાબજારી થાય છે. પરંતુ સરકાર બધું જાણતી હોવા છતાં લૂંટ ચલાવા દે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post સીએમ રૂપાણીના વડપણમાં મળી કેબિનેટ બેઠક, કોરોનાની સ્થિતિ અંગે થઇ ચર્ચા / કોંગ્રેસના સવાલ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next