Advertisement

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ

07:58 AM Jul 22, 2021 | Pravin Makwana
Advertisement

GSTV

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ પુર્ણ થયા બાદ તા. ૨૨ને ગુરૂવારથી બીએ, બી. કોમ સહિતની જૂદી – જૂદી સ્નાતક કક્ષાની ૨૭ પરીક્ષાનો પ્રારંભ થશે. ઓફલાઇન પરીક્ષા કુલ ૪૦૨૨૮ વિદ્યાર્થીઓ આપશે. ૧૨૭ પરીક્ષા કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં પરીક્ષા ચોરી ન થાય તે માટે ૭૨ ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં વર્ષ ૨૦૧૬ પહેલાનાં બાકી પરીક્ષાર્થીઓની છેલ્લી વખત પરીક્ષા લેવાશે.

એલએલબી સેમે – ૨ અને ૪ એમ. એડ એમએસ.સી. આઇટી અને એમએસડબલ્યુ સહિતની પરીક્ષા માટે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં બેન્ક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વર્ષ ૨૦૧૬ પહેલાના બાકી પરીક્ષાર્થીઓને છેલ્લી તક આપવામાં આવી છે. પરંતુ અંતરિયાળ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં મુશ્કેલી ન પડે તે માટે વેરાવળ, ઉના, કેશોદ અને કોડીનારમાં પરીક્ષા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે.

આ પરીક્ષા સળંગ ૭ દિવસ સુધી ચાલશે. તા.૨૯ના છેલ્લું પેપર લેવાશે. સ્નાતક કક્ષાની પરીક્ષા દરમિયાન પ્રશ્ને પેપરોમાં છબરડા ન થાય તે માટેની તકેદારી રાખવામાં આવી હોવાનું જણાવાયું હતું. 

READ ALSO

Advertisement

The post વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next