Advertisement

સત્તાને સલામ: સૌરાષ્ટ્રમાંથી મંત્રીઓ ઘટ્યા, અગાઉ 10 હતા, જે હવે 7 રહ્યા, પાટીદાર મંત્રીઓ 3 માંથી વધીને 4 થયાં

11:48 AM Sep 18, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

સૌરાષ્ટ્ર ઝોનમાં અગાઉ મંત્રીમંડળમાં 10 ધારાસભ્યોને અનુક્રમે મુખ્યમંત્રી તથા મંત્રીનું પદ અપાયું હતું, ત્યારે આજે પુનર્ગઠિત થયેલા મંત્રીમંડળમાં આ દસે દસનું મંત્રીપદ લઈને સૌરાષ્ટ્રમાંથી ૭ નવોદિતોને મંત્રી પદ અપાયું છે.  

આ મંત્રીઓમાં બે નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા છે. મોરબીના બ્રીજેશ  મેરજા એક કડવા પટેલ છે. જેઓ સચિવાલયમાં જ અગાઉ નોકરી કરતા, પછી કોંગ્રેસમાં જોડાયા, બાદમાં ભાજપમાં, ફરી કોંગ્રેસમાં આવી ફરી ભાજપમાં જોડાયા હતા. આમ, પક્ષપલ્ટો વારંવાર કર્યો છે પરંતુ, મંત્રી પદે નવા છે. તો જામનગરના રાઘવજી પટેલ અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા અને સિનિયર ધારાસભ્ય છે. 

સૌરાષ્ટ્રના ૭ નવોદિત મંત્રીઓમાં ૩ લેઉઆ પટેલ, ૨ કોળી, ૧ કડવા પટેલ અને ૧ ક્ષત્રિય છે. જ્યારે અગાઉ ૨ આહિર સમાજમાંથી આવેલા મંત્રીઓ હતા, જે હવે એક પણ નથી. ઉપરાંત રાજકોટમાં જૈન, બ્રાહ્મણ સહિત સવર્ણ કે અનુ.જાતિમાંથી કોઈને મંત્રીપદ મળ્યું નથી. પરંતુ, જ્ઞાાતિવાદની દ્રષ્ટિએ એકમાત્ર પાટીદારનું સંખ્યાબળ જ જળવાયું છે.

અહીં ઉલ્લેખનીય છે કે અમદાવાદથી મુખ્યમંત્રી ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી કેન્દ્ર સરકારમાં બે કેબીનેટ મંત્રીઓ પણ પાટીદાર છે. મંત્રીમંડળમાં આજે જયેશ રાદડીયા સહિતના પડતા મુકાયેલા મંત્રીઓએ પક્ષે ઘણુ આપ્યું છે, તેમ કહીને પોતે નારાજ નથી તેમ દર્શાવ્યું હતું.

Advertisement

READ ALSO

The post સત્તાને સલામ: સૌરાષ્ટ્રમાંથી મંત્રીઓ ઘટ્યા, અગાઉ 10 હતા, જે હવે 7 રહ્યા, પાટીદાર મંત્રીઓ 3 માંથી વધીને 4 થયાં appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next