Advertisement

નંદોત્સવ/ દ્વારકાથી લઇને ડાકોર સુધી શ્રીહરિના જન્મની ધામધૂમથી ઉજવણી, ભક્તોએ ગગનભેદી ઘોષ સાથે કર્યા વ્હાલાના વધામણા

10:58 AM Aug 31, 2021 | Bansari |
Advertisement

GSTV

નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયાલાલ કી… રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું ધરતી પર અવતરણ થયું. દ્વારકામાં જગત મંદિરના કપાટ ખુલતા જ મંદિર પરિસરમાં ઉપસ્થિત ભક્તોએ ગગનભેદી ઘોષ સાથે વ્હાલાના વધામણા કર્યા. ભક્તોએ હાથી ઘોડા પાલકી… જય કનૈયાલાલ કી…. તેમજ દ્વારકામાં કોણ છે… રાજા રણછોડ છે…ના નાદ સાથે શ્રીહરિના જન્મની ઉજવણી કરી.

લાલાને લાડ લડાવવા અધીરા બનેલા શ્રદ્ધાળુઓ તેમના દર્શન થતાં જ ભાવવિભોર બન્યા. ભગવાનના જન્મ થતાં જ ભાવિકભક્તો ઝૂમી ઉઠ્યા. કૃષ્ણ જન્મ સાથે જ ભગવાનની આરતી ઉતારવામાં આવી. આરતીના દર્શનનો લ્હાવો લઇ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી.

ડાકોરમાં રણછોડરાયજીને સવા લાખનો મુગટ ધરાવવામાં આવ્યો

પ્રસિદ્ધ યાત્રાઘામ ડાકોરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ડાકોરના ઠાકોરને સોનાના શંખ ચક્ર ગદા અને સવા લાખ રૂપિયાનો મુગુટ ધરાવવામાં આવ્યો હતો.રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા.કૃષ્ણ જન્મની ખુશીને લઈ ભગવાનના જન્મના વધામણા કરવા બંધુકમાંથી 5 રાઉન્ટ ફાયર કરવામાં આવ્યા હતા.કંકુ તિલક બાદ ભગવાનનું પંચામૃતની સ્નાન કરાવવામાં આવ્યું હતું.ડાકોરના ઠાકોરનો શણગાર ભક્તોને આકર્ષક કરે તેવો હતો.

શામળાજી ખાતે નંદોત્સવ ખુબ ભાવ પૂર્વક ઉજવાયો

યાત્રાધામ શામળાજી ખાતે નંદોત્સવ ખુબ ભાવ પૂર્વક ઉજવાયો હતો.રાત્રિના 12 વાગ્યા કૃષ્ણ ભગવાનનો જન્મ થયા બાદ નંદોત્સવની ઉજવણી કરવામાં આવે છે.શામળાજીમાં લાલજી ભગવાનને ચાંદીના પારણાંમાં પધરાવી પારણીયે ઝુલવવામાં આવ્યા હતા.શામળાજીમાં નંદોત્સવના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા..નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે શામળાજી મંદિર ગુંજ ઉઠ્યું હતું.

માધવરાય મંદિરમાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

Advertisement

પોરબંદરના સોમનાથ હાઈવે પર માધવપુર ગામે આવેલ માધવરાય મંદિરમાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ભગવાન માધવરાયજીના લગ્ન માધવપુર ગામે રુક્ષમણીજી સાથે થયા હતા.જેથી માધવપુરના ગ્રામજનોમાં કૃષ્ણ જન્મોઉત્સવનો અનેરો ઉત્સાહ હોઈ છે..રાત્રે 12 કલાકે માધવરાયજી મંદિર નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.

ઈસ્કોન મંદિરમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક લાલાને પારણે ઝુલાવ્યો

અમદાવાદના ઈસ્કોન મંદિરમાં રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મમોત્સવની ધામધૂમથી ઉજવણી કર્યા બાદ જન્મોત્સવ બાદ વહેલી સવારે ઈસ્કોન મંદિરના દ્વાર ખુલ્યા હતા.મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક લાલાને પારણે ઝુલાવ્યો હતો.લાલાજીની હીંડોળે ઝુલાવી લોકો ધન્યા થયા હતા.

Read Also

The post નંદોત્સવ/ દ્વારકાથી લઇને ડાકોર સુધી શ્રીહરિના જન્મની ધામધૂમથી ઉજવણી, ભક્તોએ ગગનભેદી ઘોષ સાથે કર્યા વ્હાલાના વધામણા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next