Advertisement

સીએમ યોગીની સુરક્ષામાં ચૂક/ કાર્યક્રમમાં રિવોલ્વર સાથે ઘૂસી આવ્યો એક શખ્સ, 4 પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ

10:24 AM Oct 22, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

યુપીના બસ્તી જિલ્લામાં સીએમ યોગી આદિત્યનાથની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી હતી. યોગીના કાર્યક્રમ પહેલા એક માણસ લાયસન્સવાળી રિવોલ્વર લઈને ઓડિટોરિયમમાં પ્રવેશ્યો હતો. જો કે, ફરજ પરના CO એ માણસને જોયો અને તેને સભાગૃહમાંથી બહાર કાઢ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે.

સીએમની સુરક્ષામાં બેદરકારીના કારણે પોલીસ પ્રશાસનમાં હલચલ મચી ગઈ હતી. બેદરકારી બદલ ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી માટે પત્ર લખવામાં આવ્યો છે. બસ્તીના એસપી આશિષ શ્રીવાસ્તવે જિલ્લાના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. એસપીએ અન્ય જિલ્લાઓના પોલીસકર્મીઓ સામે કાર્યવાહી માટે ઉચ્ચ અધિકારીઓને પત્ર લખ્યો છે.

45 મિનિટ પછી કાર્યક્રમ હતો

SP એ કહ્યું કે બસ્તીમાં CM નો કાર્યક્રમ હતો. મુખ્યમંત્રીના આગમનની 45 મિનિટ પહેલા, એક વ્યક્તિ લાયસન્સવાળી રિવોલ્વર સાથે ઓડિટોરિયમમાં પ્રવેશ્યો હતો. તેમણે કહ્યું કે સાત પોલીસકર્મીઓની બેદરકારી સામે આવી છે. તેમાંથી ચાર પોલીસ બસ્તીમાં, બે સિદ્ધાર્થ નગરમાં અને એક સંત કબીર નગરમાં તૈનાત છે.

આમના પર ગાજ પડી

સસ્પેન્ડેડ પોલીસકર્મીઓમાં એસઆઈ વિંધ્યાચલ, એસઆઈ હરિ રાય, ચીફ કોન્સ્ટેબલ શિવધાની, રામ પ્રકાશનો સમાવેશ થાય છે. જ્યારે SP એ SI રામાશંકર મિશ્રા, કોન્સ્ટેબલ વરુણ યાદવ, અવધેશ કુમારને સસ્પેન્ડ કરવા માટે પત્ર લખ્યો છે.

Advertisement

READ ALSO

The post સીએમ યોગીની સુરક્ષામાં ચૂક/ કાર્યક્રમમાં રિવોલ્વર સાથે ઘૂસી આવ્યો એક શખ્સ, 4 પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next