Advertisement

બનાસકાંઠાની આ શાળામાં છેલ્લા છ મહિનાથી શિક્ષકોને નથી મળ્યો પગાર, વિદ્યાર્થીનું ભાવી અદ્ધરતાલ

06:37 PM Aug 02, 2019 | Nilesh Jethva |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નાથપુરાનું વિનય વિદ્યા મંદિર છેલ્લા 10 દિવસથી બંધ છે. જેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. ઉલ્લેખનિય છે કે એક બાજુ ભાજપ સરકાર પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયાની જાહેરાતો કરે છે. જ્યારે બીજી બાજુ થરા એપીએમસીના ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા કહેવાતા અણદા પટેલનું વિદ્યા મંદિર છેલ્લા 10 દિવસથી બંધ છે. સુત્રોએ જણાવ્યું હતુ કે શાળા બંધ હોવાથી ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા 81 જેટલા વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બન્યુ છે. શિક્ષકોને છ મહિનાથી પગાર નહી ચુકવાતા શાળા બંધ છે.

READ ALSO

The post બનાસકાંઠાની આ શાળામાં છેલ્લા છ મહિનાથી શિક્ષકોને નથી મળ્યો પગાર, વિદ્યાર્થીનું ભાવી અદ્ધરતાલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next