Advertisement

ફુડ વિભાગ આવ્યું હરકતમાં, અમદાવાદની વિવિધ દુકાનો માંથી મીઠાઇ-ફરસાણના લેવાયા સેંપલ

07:47 PM Oct 18, 2021 | pratik shah |
Advertisement

GSTV

ખાધ પદાર્થોની ચકાસણી માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફુડ સેમ્પલ લેવામા આવે છે પરતુ છેલ્લા ઘણા વર્ષોથી આ વિભાગમા નવ જગ્યા ખાલી હોવાથી કામગીરી પર અસર થાય છે. લાંબા સમયથી જગ્યા ખાલી હોવા છતા તંત્ર દ્વારા ભરતી કરવાની તસ્દી લેવાતી નથી.

અમદાવાદ શહેરમા વાર તહેવારે મોટા પાયે મીઠાઇ-ફરસાણનુ વેચાણ

અમદાવાદ શહેરમા વાર તહેવારે મોટા પાયે મીઠાઇ-ફરસાણનુ વેચાણ થાય છે પરંતુ તેની ગુણવતા કેવી છે તેની ચકાસણી માટે મોટા પાયે સેમ્પલ લઇ શકાતા નથી કારણકે ફુડ સેફ્ટી ઇન્સપેક્ટર જોઇએ તેટલા નથી, મંજુર કરાયેલી 25 જગ્યામાથી 16 ભરેલી છે.બાકીની જગ્યા ખાલી છે..આરોગ્ય ખાતુ જે ફુડ તપાસની કામગીરી જુએ છે તેની પાસે પુરતો સ્ટાફ ન હોવાથી જોઇએ તેવી કામગીરી થતી નથી.. .,ફુડ સેફ્ટીના નીયમ મુજબ દર એક લાખની વસ્તીએ એક ફુડ સેફ્ટી ઇસપેક્ટર હોવા જોઇએ.આમ અમદાવાદની 65 લાખની વસ્તીએ 65 ઇસ્પેક્ટર હોવા જોઇએ.

અમલીકરણ કરવામા આવ્યુ નથી

 આ નિયમ 2006મા લાગુ થયો હોવા છતા કોર્પોરેશનમા તેનુ અમલીકરણ કરવામા આવ્યુ નથી. તંત્ર પાસે 25નુ મહેકમ છે વળી જે સ્ટાફ છે તેમાથી ઘણીવાર સરકારી કાર્યક્રમ-કોર્ટમા વ્યસ્ત હોય છે, આ અગે તંત્રનુ કહેવુ છે કે જે તે વિભાગને ખાલી જગ્યા ભરવા રજુઆત કરવામા આવી છે.

વર્તમાન સમયે ફુડ ને લઇ જે કામગીરી કરવામા આવે છે તે જોઇએ તેવી છે નહી વળી સેમ્પલ લેવામા આવે છે તેમાથી મોટા ભાગના પાસ થઇ જતા જોવા મળે છે ત્યારે ફુડ સેફટી ઇસપેક્ટરની ખાલી જગ્યા ક્યારે ભરાશે તે જોવુ રહ્યુ.

Advertisement

READ ALSO

The post ફુડ વિભાગ આવ્યું હરકતમાં, અમદાવાદની વિવિધ દુકાનો માંથી મીઠાઇ-ફરસાણના લેવાયા સેંપલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next