Advertisement

આને કહેવાય ઓફર! એકની કિંમત ચુકવીને ઘરે લઇ જાઓ બે ડિવાઇસ, આ વેબસાઇટ પર છે ડિસ્કાઉન્ટની ભરમાર

03:00 PM Sep 13, 2021 | Bansari |
Advertisement

GSTV

આપણા દેશણાં લોકોને ડિસ્કાઉન્ટ એટલી ખુશી નથી આપતુ જેટલુ ફ્રીનો સામાન આપે છે. કિંમતમાં ભલે ગમે તેટલી કપાત કરવામાં આવે પરંતુ જો સામાન કોઇ ખર્ચ કર્યા વિના મળે તો પછી તેનુ કહેવું જ શું! સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક આઇટમો પર છૂટ તો મળી જાય છે પરંતુ આ મોંઘી ડિવાઇસ ફ્રીમાં નથી મળતી. ફ્લિપકાર્ટ આપણી આ ધારણાને તોડી રહ્યું છે, ચાલો જણાવીએ કેવી રીતે….

ફ્લિપકાર્ટ પર ઓફર

ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટની લોકપ્રિયતામાં હંમેશા વધારો જોવા મળ્યો છે અને એટલા માટે કારણ કે અહીં ગ્રાહકોને પોતાની મનપસંદ આઇટમોને આકર્ષક ઓફર અને છૂટ મળે છે. અમે આજે તમને ફ્લિપકાર્ટ પર ચાલી રહેલી એક આવી જ ઓફરની જાણકારી આપી રહ્યા છે જેને જાણીને તમે ચોંકી ઉઠશો.

Google Pixel 4a

જો તમે ગૂગલ પિક્સલ સીરીઝનો એક સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો ફ્લિપકાર્ટ પરથી જ ખરીદો. અમે તમને Google Pixel 4a પર ચાલી રહેલી કમાલ ઓફર્સ વિશે જણાવી રહ્યાં છીએ. જેના વિશે સાંભળીને તમને તે ખરીદવાનું મન થઇ જશે. જો કે 6GB RAM અને 128GB ROM વાળા આ સ્માર્ટફોનની કિંમત પર કોઇ ડાયરેક્ટ છૂટ નથી પરંતુ તેની સાથે અઢળક ઓફર્સ જરૂર મળી રહી છે.

Google Pixel 4a પર બેંક ઓફર

31,999 રૂપિયાની કિંમત પર મળતા ગૂગલના આ સ્માર્ટફોન પર અનેક બેંક ઓફર લાગુ કરવામાં આવી છે. જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 5 ટકા અનલિમિટેડ કેશબેક મળશે અને જો તમે બેંક ઓફ બરોડાના માસ્ટરકાર્ડ ડેબિટ કાર્ડ અથવા આઇસીઆઇસીઆઇ બેંકના માસ્ટરકાર્ડ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી તમારુ પહેલુ ટ્રાન્જેક્શન કરો છો તો તમને 10 ટકા છૂટ મળશે. સાથે જ અમેરિકન એક્સપ્રેસથી મળેલા આઇસીઆઇસીઆઇ બેંક, ઇંડસઇંડ બેંક અને એસબીઆઇ કાર્ડ અથવા મોબિક્વિકને જો તમે પહેલીવાર યુઝ કરો છો તો તમને 20 ટકા છૂટ મળશે.

1 રૂપિયામાં મળી શકે છે Google Nest Mini

Advertisement

બેંક ઓફર ઉપરાંત પણ તમને Google Pixel 4a ખરીદવા પર ફાયદો થશે. જો તમે આ સ્માર્ટફોન ખરીદો છો તો તમને ગૂગલનું સ્પીકર Google Nest Mini, ફક્ત 1 રૂપિયામાં મળી જશે. 4499 રૂપિયાની કિંમતના આ સ્પીકરને તમે Google Pixel 4a સાથે ફક્ત 1 રૂપિયામાં ઘરે લાવી શકો છો. આ ઓફરનો ફાયદો તમે આ મહિનાના અંત સુધી, એટલે કે 30 સપ્ટેમ્બરે ઉઠાવી શકો છો.

Read Also

The post આને કહેવાય ઓફર! એકની કિંમત ચુકવીને ઘરે લઇ જાઓ બે ડિવાઇસ, આ વેબસાઇટ પર છે ડિસ્કાઉન્ટની ભરમાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next