Advertisement

પાકિસ્તાનમાં હિન્દૂ છોકરીએ રચ્યો ઇતિહાસ, બધી બાજુ થઇ રહી છે તારીફ, ઉપલબ્ધી જાણી તમે પણ પાઠવશો શુભેચ્છા

12:09 PM Sep 21, 2021 | Damini Patel |
Advertisement

GSTV

પાકિસ્તાનમાં એક હિન્દૂ છોકરીએ ઇતિહાસ રચી દીધો છે. 27 વર્ષની ડોક્ટર સના રામચંદ ગુલવાની સેન્ટ્રલ સુપિરિયર સર્વિસેસની પરીક્ષા પાસ કરવામાં સફળ રહી છે. પાકિસ્તાનના ઇતિહાસમાં આ પહેલી વખત છે જયારે કોઈ હિન્દૂને પરીક્ષા પાસ કરવામાં સફળતા મળી છે. ખાસ વાતએ છે સના પહેલા જ પ્રયાસમાં પાસ થઇ ગઈ છે અને હવે એની નિયુક્તિ પર મોહર લાગી ગઈ છે.

2%થી ઓછા Candidates થાય પાસ

એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની આ પરીક્ષા કેટલી મુશ્કેલ હોય છે એનો અંદાજ એનાથી લગાવી શકાય છે કે 2% થી પણ ઓછા કેન્ડીડેટ્સ પાસ થયા છે. સેન્ટ્રલ સુપિરિયર સર્વિસેસ(CSS) દ્વારા પાકિસ્તાનમાં પ્રશાસનિક સેવાઓમાં નિયુક્ત થયા છે. સીધા શબ્દમાં કહીએ તો ભારતની સિવિલ સર્વિસની પરીક્ષા જેવી.

માતાપિતાની પણ કંઈક બીજીઇચ્છતા હતી

સનાએ સિંધ પ્રાંતની ગ્રામીણ બેઠક પરથી આ પરીક્ષા આપી હતી. આ બેઠક પાકિસ્તાન વહીવટી સેવા હેઠળ આવે છે. પોતાની સફળતા પર ખુશી વ્યક્ત કરતા સનાએ કહ્યું કે, ‘આ મારો પહેલો પ્રયાસ હતો અને મેં જે જોઈએ તે હાંસલ કર્યું છે’. સનાના જણાવ્યા અનુસાર, તેના માતા -પિતા ઈચ્છતા ન હતા કે તે વહીવટીતંત્રમાં જાય. કારણ કે માતા -પિતાનું સપનું હતું કે તેને મેડિકલ ક્ષેત્રે જોવું.

બંને સપના સાકાર કર્યા

સનાએ કહ્યું, ‘મેં મારા માતા -પિતા અને મારા બંનેનું સપનું પૂરું કર્યું છે. હું ડોક્ટર બનવા સાથે વહીવટનો એક ભાગ બનવા જઈ રહી છું. સનાએ પાંચ વર્ષ પહેલા શહીદ મોહતર્મા બેનઝીર ભુટ્ટો મેડિકલ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ મેડિસિનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તે પછી તે સર્જન પણ છે. યુરોલોજીમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેણે સેન્ટ્રલ સુપિરિયર સર્વિસિસની તૈયારી શરૂ કરી. સનાએ શિકારપુરની સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે.

Advertisement

Read Also

The post પાકિસ્તાનમાં હિન્દૂ છોકરીએ રચ્યો ઇતિહાસ, બધી બાજુ થઇ રહી છે તારીફ, ઉપલબ્ધી જાણી તમે પણ પાઠવશો શુભેચ્છા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next