Advertisement

સુરત-ભાવનગર ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે

08:48 AM Oct 22, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા નિશિ ઇન્ટરસ્પાઇસ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. વહેલી સવારના 5:30 વાગ્યે ફાયર બ્રિગેડને આગનો કોલ મળ્યો હતો. જેના પગલે માનદરવાજા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કલાકોની જહેમત બાદ ફાયરના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.

ભાવનગરના કુંભારવાડામાં પ્લાસ્ટિકના કારખાનામાં લાગી ભીષણ આગ

તો બીજી બાજુ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પ્લાસ્ટિકના કારખાનામાં પણ ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં શીતળા માતાજીના મંદિર નજીક આવેલા કાળા ડેલામાં આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી. આ ભીષણ આગના પગલે આજુબાજુના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા એકઠા થયા હતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આગ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડના પાણીનો‌ છંટકાવ કરતાં આગ‌ કાબુમાં મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને કલાકોની જહેમતના અંતે આગ પર કાબુ મેળવાયો હતો.

READ ALSO :

The post સુરત-ભાવનગર ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next