Advertisement

Big News/ બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે સમગ્ર મામલો

09:13 AM Jun 03, 2021 | Damini Patel |
Advertisement

GSTV

અભિનેતા ટાઇગર શ્રોફ ફેન્સના દિલો પર રાજ કરે છે. એકટરના ડાન્સ અને એક્ટિંગના દમ પર ફેન્સની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ટાઇગર હંમેશાથી વિવાદોથી દૂર રહ્યાં છે. પરંતુ હવે એક્ટર અચાનક ચર્ચામાં આવી ગયા છે. એક્ટર વિરુદ્ધ કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે FIR નોંધવામાં આવી છે. પિન્કવીલાની ખબર અનુસાર ટાઇગર શ્રોફ વિરુદ્ધ બુધવારે વગર કોઈ કારણે સર્વજિક સ્થાન પર ફરી મહામારી નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં નોંધવામાં આવ્યો છે.

શા માટે નોંધાયો ટાઇગર શ્રોફ વિરુદ્ધ કેસ

COVID 19ના વધતા કેસોના કારણે મુંબઈ સહીત દેશના વિવિધ ભાગોમાં આવજાહી પર કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. પરંતુ ટાઇગર શ્રોફ આ નિયમોનું ઉલ્લંઘન કરી ફસાય ગયા છે. કથિત રીતે ટાઇગર વિરુદ્ધ બુધવારે COVID 19ના નિયમોનું ઉલ્લંઘન કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું કે કથિત રીતે બાગી 3ના અભિનેતા સાંજે બાંદ્રા બેડસ્ટેન્ડ પર કોઈ જરૂરી કારણ વગર ફરતા જોવા મળ્યા હતા. જેના કારણે એક્ટર વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યો છે. ખબરની માનીએ તો ટાઇગર નક્કી સમય સીમા પછી રાત્રે ફરતા જોવા મળ્યા હતા. જે કોરોના લોકડાઉનના નિયમો વિરુદ્ધ છે. કારણ કે હાલ વગર કોઈ કારણે નક્કી સમય સીમા પછી બહાર ફરી નહિ શકાય. કહેવામાં આવૈ રહ્યું છે કે ટાઇગર ફરી રહ્યા હતા ત્યારે તેમની સાથે દિશા પટાની પણ હતા.

કઈ ધારા હેઠળ દાખલ કરવામાં આવ્યો કેસ

એટલું જ નહિ એકત્ર વિરુદ્ધ IPC ધારા 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે તેમની ધરપકડ નહિ થાય કારણ કે આ જામીની ગુનો છે. જયારે એક્ટર ફરી રહ્યા હતા ત્યારે તેમને સવાલ કરવામાં આવ્યા હતા સંતોષ જનક જવાબ નહિ માલ્ટા તેમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે આ મામલે ટાઇગર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

Advertisement

Read Also

The post Big News/ બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે સમગ્ર મામલો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next