Advertisement

તહેવારો પૂર્ણ થયા બાદ વિવિધ શહેરોમાં રોગચાળાએ માઝા મૂકી, જામનગરમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો

07:41 PM Sep 01, 2021 | pratik shah |
Advertisement

GSTV

ગુજરાત રાજ્યમાં તહેવારો પૂર્ણ થયા બાદ વિવિધ શહેરોમાં રોગચાળાએ માઝા મૂકી છે. ત્યારે રાજ્યના જામનગરમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે.. તાવ , શરદી , ઉધરસ , ઝાડા , ઉલ્ટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શું તહેવારો બાદ હોસ્પિટલોની અને રોગચાળાની સ્થિતિ? આવો જોઈએ આ વિશેષ અહેવાલ.

જામનગર શહેર કોરોનાના કેસ તો સિંગલ ડિજીટમાં આવી રહ્યા છે. પરંતુ છેલ્લા ત્રણેક અઠવાડિયાથી ઋતુજન્ય બિમારીના કેસ વધી રહ્યા છે. છેલ્લા ત્રણેક અઠવાડિયાથી જામનગરની જી જી હોસ્પિટલમાં તાવ , શરદી , ઉધરસના અને ઝાડા ,ઉલ્ટીના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છેજી. જી. હોસ્પિટલમાં દરરોજના 1500 થી 2000 જેટલા લોકો ઓપીડીમાં જોવા મળે છે…. જી જી હોસ્પિટલમાં દરરોજના અંદાજીત 30 જેટલા દર્દીઓ તાવ , શરદી અને ઉધરસના આવે છે , તેમજ અંદાજીત 10 થી 15 દર્દીઓ ઝાડા , ઉલ્ટીના તેમજ 2 થી 3 કેસો ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ નોંધાઇ રહ્યા છે…..માત્ર મોટેરા જ નહી બાળકો પર પણ ઋતુજન્ય રોગોની મોટા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે….

READ ALSO

The post તહેવારો પૂર્ણ થયા બાદ વિવિધ શહેરોમાં રોગચાળાએ માઝા મૂકી, જામનગરમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next