Advertisement

FasTag ગાડી ચલાવી રહ્યા છો તો આ 5 નિયમોનું ખાસ ધ્યાન રાખો, લાગી શકે છે ડબલ ટેક્સ

05:30 PM Jul 30, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

હવે કરો માટે FasTag ફરજીયાત કરી દીધું છે. ટોલ બૂથ પર હવે ટેક્સ FasTag દ્વારા જ લેવામાં આવે છે. જેના માટે તમારે પૈસા આપવાની જરૂર નથી હોતી અને સેન્સર દ્વારા તમારા બેન્કના ખાતા માંથી આપોઆપ પૈસા કપાઈ જાય છે. FasTagને લઈને હવે અનેક પ્રકારના નિયમો બનાવી દેવામાં આવ્યા છે. જેની જાણકારી પણ હોવી જરૂરી છે. FasTagના આ નિયમોની જાણકારી ન હોવાને કારણે ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે, એવામાં જો તમે પણ FasTagનો ઉપયોગ કરો છો તો આ નિયમોની જાણકારી હોવી જરૂરી છે.

જો તમારા પાસે ફાસ્ટેગ નથી અને જો તમે ગાડી ફાસ્ટેગ લેનમાં ઘુસાડી તો તમારે બમણો ટોલ ટેક્સ ભરવો પડશે.

જો ઓછા બેલેન્સને કારણે તમારું ફાસ્ટેગ કામ નથી કરતુ, અથવા તમારું ફાસ્ટેગ ડેમેજ છે અને તમે ફાસ્ટેગની લેનમાં ઘુસી ગયા તો તમારે ટોલ બુથ પર બમણો ટોલ ભરવો પડી શકે છે.

જો તમે તમારી ગાડી માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લઇ રહ્યા છો તો તેના માટે ફાસ્ટેગની જરૂર છે. પહેલા આ નિયમ ન હતો. એટલે ગાડીનો વીમો કરાવતા પહેલા ફાસ્ટેગનું પણ ધ્યાન આપો.

Advertisement

કોઈ ગાડી માલિક એક જ ફાસ્ટેગ પોતાની જુદી જુદી ગાડીઓ માટે ઉપયોગ ન કરી શકે. એક ફાસ્ટેગ માત્ર એક જ ગાડી માટે હોય છે. જો તમારી પાસે 1 થી વધુ ગાડીઓ છે તો બધી ગાડીઓ માટે અલગ અલગ ફાસ્ટેગ લેવા જરૂરી છે.

જો તમે કોઈ ચોક્કસ ટોલ પ્લાઝા પરથી રોજ અને અવારનવાર પસાર થાઓ છો તો તમે બેન્ક પાસે માસિક પાસ બનાવડાવી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post FasTag ગાડી ચલાવી રહ્યા છો તો આ 5 નિયમોનું ખાસ ધ્યાન રાખો, લાગી શકે છે ડબલ ટેક્સ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next