Advertisement

અગત્યનું/ ખેડૂતોને મળશે 12 અંકોની યુનિક આઇડી, જાણો મોદી સરકારનો શું છે પ્લાન

03:12 PM Sep 20, 2021 | Bansari |
Advertisement

GSTV

ભારત કૃષિપ્રધાન દેશ છે. અહીં લગભગ 55 થી 60 ટકા વસ્તી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આમાંથી એક સ્પષ્ટ અર્થ પણ બહાર આવે છે કે દેશનું અર્થતંત્ર મોટે ભાગે કૃષિ પર આધારિત છે. ભારત સરકાર ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે સમયાંતરે વિવિધ યોજનાઓ લોન્ચ કરી રહી છે. જેનો હાલ ફાયદો થતો જણાઇ રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો હવે નફાકારક પાકની ખેતી તરફ વળી રહ્યા છે.

ખેડૂતોને 12 અંકનું ID આપવામાં આવશે

કેન્દ્ર સરકાર નવા અને અલગ પ્રકારના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. પ્રારંભિક માહિતી અનુસાર, સરકાર ખેડૂતોને 12 અંકની યુનિક આઈડી આપશે. આ માટે ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે, આ આઈડી દ્વારા ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવાનું સરળ બનશે.

પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યું છે કામ

Advertisement

કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત સરકાર હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પર કામ કરી રહી છે. 5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ બનાવવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં અન્ય ખેડૂતોને પણ જોડવાની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે. એકવાર ડેટાબેઝનું કામ પૂર્ણ થઈ જાય પછી, સરકાર દ્વારા ખેડૂતોને 12-અંકની યુનિક આઈડી આપવામાં આવશે.

ડેટાબેઝ બનાવવાનો હેતુ શું છે?

આ યુનિક આઈડી માત્ર તે ખેડૂતોને આપવામાં આવશે જેમનું નામ ડેટાબેઝમાં સામેલ કરવામાં આવશે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે અપાત્ર લોકો પણ ઘણી યોજનાઓનો લાભ ઉઠાવે છે. આવી સ્થિતિમાં, તેનાથી આવી ઘટનાઓ પર લગામ તો લાગશે જ, પરંતુ ખેડૂત ખેતીમાં કઈ ટેકનોલોજી, કયા પ્રકારનાં બિયારણનો ઉપયોગ કરી રહ્યો છે તેની માહિતી પણ સરકાર પાસે હશે. આ મહત્વની માહિતી દ્વારા સરકાર દ્વારા ખેડૂતનો નફો વધારવા માટે વધુ સારા અને અસરકારક પગલાં લઈ શકાય છે.

કોરોનાને કારણે તમામ પ્રોજેક્ટ બંધ હતા

કોરોનાને કારણે, કૃષિને લગતી કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ પર બ્રેક લગાવવામાં આવી હતી. પરંતુ હવે ઘટતા કેસો વચ્ચે ડિજિટલ એગ્રીકલ્ચર મિશનએ આ પ્રોજેક્ટ્સને અમલમાં મૂકવા માટે ફરી વેગ પકડ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રિમોટ સેન્સિંગ, જીઆઈએસ ટેકનોલોજી, ડ્રોન અને રોબોટ્સ કૃષિમાં ઉપયોગી થઈ શકે છે, તેનું પરીક્ષણ પણ થઈ રહ્યું છે.

હાલમાં, કેન્દ્ર સરકારે આવા અન્ય ઘણા પાયલોટ પ્રોજેક્ટ માટે CISCO, Ninjacart, Jio Platforms Limited, ITC Limited અને NCDEX e-Markets Limited (NeML) જેવી કંપનીઓના MOU સાઇન કરી છે. આ પાયલોટ પ્રોજેક્ટ્સના આધારે ખેડૂત પાક, બિયારણ ટેકનોલોજી, બજારમાંથી વિવિધ મહત્વની માહિતીનો ઉપયોગ કરીને તેની આવક વધારી શકે છે. આ સિવાય તે પોતાના આસપાસના વિસ્તારના ખેડૂતોને પણ જાગૃત કરી શકે છે.

Read Also

The post અગત્યનું/ ખેડૂતોને મળશે 12 અંકોની યુનિક આઇડી, જાણો મોદી સરકારનો શું છે પ્લાન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next