Advertisement

ખેડૂતો સાથે સરકારની ક્રૂર મજાક/ અધુરા સર્વે કરીને ઠોકી બેસાડ્યું સહાય પેકેજ, મોટા ભાગના ગામોમાં સાહેબોની ટીમ પહોંચી જ નથી

08:45 AM Oct 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ભારે વરસાદથી ખેડૂતોને નુકશાન સહાય માટે રાજય સરકારે પેકેજ જાહેર કર્યુ તેની સામે સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ જોવા મળી રહયો છે અનેક તાલુકાઓનો સમાવેશ કરાયો નથી અને કેટલાક તાલુકાઓમાં તો સર્વેની ટીમ જ પહોંચી ન હોવાથી સરકાર પાસે ડેટા અધુરો આવ્યો છે સર્વેમાંજ વિસંગતતા જોવા મળી રહી હોવાની ફરિયાદો રાજકોટ સહિતનાં જિલ્લાઓમાં ઉઠી છે. 

રાજકોટ જિલ્લાનાં જસદણ અને વિંછીયા તાલુકામાં ખેડૂતોને વરસાદથી મોટું નુકશાન થયુ છે છતાં આ બંને તાલુકાનો સમાવેશ પેકેજમાં કરવામાં આવ્યો ન  હોવાનું આ વિસ્તારનાં આગેવાનોએ જણાંવ્યુ હતુ. રાજકોટ તાલુકાનાં ૯૮ ગામોમાંથી આઠેક ગામનાં નામ જ સહાયની યાદીમાં છે આજે તાલુકાનાં સરપંચોએ આ મામલે સતાધિશોને રજુઆત કરી હતી. ધોરાજી તાલુકાનાં નદી કાંઠાના થોડા ગામોનો સમાવેશ કરાયો છે વીસ જેટલા ગામોને બાકાત રખાયા હોવાની રાજકોટ જિલ્લા પંચાયતનાં શાસક પક્ષનાં નેતા અને સ્થાનિક આગેવાનોએ ગાંધીનગર જઈને મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજુઆત કરી હતી.

 વિરપુર પંથકમાં ભાદરવા મહિનામાં પાછોતરો વરસાદ પડયો તેમાં મોટુ નુકશાન ખેડૂતોને થયું છે. કપાસ, મગફળી, સોયાબીનનાં પાકને નુકશાન થયુ છે છતાં વિરપુર – જેતપુર તાલુકાનાં ગામોને પેકેજમાંથી બાકાત રખાતા સ્થાનિક આગેવાનોએ સરકારને રજુઆત કરી છે.  

કેટલાક આગેવાનોએ એવી રજુઆત કરી હતી કે કેટલાક તાલુકાઓનાં ગામો એવા છે કે ત્યાં સર્વેની ટીમો ગઈ જ નથી આમ સરકાર સુધી સાચુ ચિત્ર જ પહોંચ્યુ નથી. મોટા ભાગનાં તાલુકાઓમાં નદી કાંઠાનાં ગામોનો જ સમાવેશ પેકેજમાં કરવામાં આવ્યો છે. સરકાર હવે જો રિ – સર્વેનો આદેશ કરશે તો હવે મગફળી સહિતનો પાક તો ખેતરમાંથી લેવાઈ ગયો છે હવે નુકશાનનો સાચો ખ્યાલ પણ નહિ આવે આમ ખેડૂતોને તો અન્યાય જ સહન કરવાનો વારો આવ્યો છે. આગામી તા. રપ મી થી સહાય માટે નોંધણીની કામગીરી શરુ કરવામાં આવી રહી છે એ પહેલા સર્વેને લઈને ફરિયાદો સતત વધી રહી છે.

Advertisement

READ ALSO

The post ખેડૂતો સાથે સરકારની ક્રૂર મજાક/ અધુરા સર્વે કરીને ઠોકી બેસાડ્યું સહાય પેકેજ, મોટા ભાગના ગામોમાં સાહેબોની ટીમ પહોંચી જ નથી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next