Advertisement

વાઇરલ / સોશિયલ મીડિયા પર ચાહકોએ કર્યા શાહરૂખના વખાણ, કહ્યું કપરા સમયમાં પણ ના છોડી વિનમ્રતા

09:01 PM Oct 21, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન હાલ ખુબ જ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ડ્રગ કેસમા પુત્રની ધરપકડ બાદ માનો તેમનુ જીવન સાવ નીરસ જ બની ગયુ હોય. 21 ઓક્ટોબરના રોજ એક લાચાર પિતા પોતાના પુત્ર આર્યન ખાનને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. આ સમય દરમિયાન સોશિયલ મીડિયા પર તેમના ઘણા વીડિયો અને ફોટા આવ્યા હતા ત્યારે તેમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે પડતો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમા તે પોતાના પુત્રને મળ્યા બાદ જેલમાંથી બહાર આવી રહ્યો હોય છે અને ત્યારે એક ચાહક તેની સામે હાથ જોડીને ઉભો હોય છે, ત્યારબાદ શાહરૂખ પણ તેની સામે હાથ જોડતો જોવા મળી રહ્યો હોય છે.

ચાહકો શાહરૂખના વખાણ કરી રહ્યા છે :

શાહરુખના આ સ્વભાવને જોઈને ચાહકોની નજરમાં તેમનું માન-સન્માન અનેકગણુ વધી ગયુ છે. ચાહકોનું કહેવું છે કે આવા મુશ્કેલ સમયમાં પણ શાહરૂખ તેના ચાહકોને તેમની સાથે રહેવા માટે શુભેચ્છા પાઠવી રહ્યો છે. એક ચાહકે લખ્યું, “શાહરૂખ ખાન કોણ છે? તે જણાવવા માટે ફક્ત સેકંડ જ કાફી છે? આવા મુશ્કેલ સમયમાં પણ તે પોતાના ચાહકોને કેટલું માન આપે છે, વાહ!”

બીજા એક પ્રશંસકે લખ્યું, “આ વ્યક્તિમાં શું સહનશક્તિ છે. આખી સિસ્ટમ અહીં તેને તોડવા માટે તૈયાર બેઠી છે ત્યારે આવા સમયમા પણ તે એકદમ શાંત છે. દરેક વ્યક્તિએ તેમની પાસેથી આ શીખ લેવી જોઈએ. શાહરૂખ ખાન સાચે જ એક અસલી મર્દ છે.” અન્ય એક ચાહક લખે છે કે મુશ્કેલ સમયમાં લોકો આસપાસના લોકોની અવગણના કરવા લાગે છે ત્યારે શાહરુખ ખાને આવા કપરા સમયમા પણ પોતાની વિનમ્રતા નથી છોડી.

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આર્યન ખાન 3 ઓક્ટોબરની રાત્રે ક્રૂઝ શિપની રેવ પાર્ટીમાંથી NCB દ્વારા ધરપકડ કરાઈ હતી. તેમની સાથે તેમના મિત્રો અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓ હાલમાં આર્થર રોડ જેલમાં છે. ત્રણેયની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. જોકે, આર્યન ખાનના વકીલ સતીશ મણેશીંદેએ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે અને તેમણે સંપૂર્ણ વિગતો સાથે જામીન માટે અરજી કરી છે.

Read Also

Advertisement

The post વાઇરલ / સોશિયલ મીડિયા પર ચાહકોએ કર્યા શાહરૂખના વખાણ, કહ્યું કપરા સમયમાં પણ ના છોડી વિનમ્રતા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next