Advertisement

લો બોલો/ મધ્યપ્રદેશમાં નકલી રેમડેસિવિર ઈંજેક્શન લેનારા 90 ટકા દર્દીઓએ આપી કોરોનાને માત, આરોપીઓ વિરુદ્ધ હત્યાનો કેસ પોલીસ માટે સમસ્યા

08:06 PM May 15, 2021 | Harshad Patel
Advertisement

GSTV

મધ્યપ્રદેશમાં નકલી રેમડેસિવિર ઈંજેક્શન લગાવનારા 90 ટકા દર્દીઓ કોરોના વાયરસઅને ફેફસાંના સંક્રમણને મ્હાત આપવામાં સપફળ રહ્યા છે. નકલી ઈંજેક્શન વિરુદ્ધ તપાસ કરનારી એમપી પોલિસ આનાથી હેરાન થઈ ગઈ છે. મધ્યપ્રદેશ પોલીસે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે 90 ટકા કોવિડ-19 દર્દીઓ જેમણે નકલી રેમડેસિવિરનાં ઇન્જેક્શન લીધાં હતાં તેઓ સંક્રમણથી સાજા થયા છે. સીએમના નિર્દેશ પછી ઈંદોર અને જબલપુરમાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શનવાળી ગેંગ વિરુદ્ધ હત્યાન કેસ દર્દ કરવાનો નિર્દેશ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે જે લોકોને નકલી ઈન્જેક્શન આપ્યા હતા તેમનામાંથી કોઈના શબ દફનાવ્યા નથી. આ નકલી રેમડેસિવીરમાં ગુજરાતની એક ગેંગનો પર્દાફાશ થયો હતો. 

10 લોકોનાં મોત સામે 100થી વધુ લોકો સાજા થયા

નકલી ઈંજેક્શનની તપાસ કરી રહેલી પોલિસ પણ હેરાન છેકે  નકલી ઈન્જેક્શનની શીશીમાં ગ્લુકોજ પાણી ભરી દીધું હતું. પોલિસ અધિકારીઓનું કહેવું છે કે ડોક્ટરોની તેની તપાસ કરવી જોઈએ કે ગ્લુકોઝ વોટરથી ફેફશાંનું ઈન્ફેક્શન કેવી રીતે ખતમ થઈ ગયું.

નકલી રેમડેસિવિરથી મૃત્યુની તપાસ પોલીસ માટે મુશ્કેલ બની

ઈન્દોરમાં આ ગેંગ પાસેથી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન લઈને દર્દીને આપતાં દસ દર્દીનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 100થી વધુ કોવિડ-19 દર્દી સાજા થયા હતા. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે, તેથી નકલી રેમડેસિવિરથી મૃત્યુની તપાસ પોલીસ માટે મુશ્કેલ બની છે.

નકલી ઇન્જેક્શનમાં ભર્યું હતું ગ્લુકોઝનું પાણી

પોલીસ અધિકારીઓ તપાસ દરમિયાન નકલી ઇન્જેક્શન લેનારા દર્દીઓના જીવિત રહેવાના દરની તુલના અસલી ઇન્જેક્શન લેનારા સાથે કરીને આશ્ચર્યચકિત થયા હતા. આ ગેંગે મધ્યપ્રદેશમાં આશરે 1200 નકલી રેમડેસિવિરના ઇન્જેક્શન વેચ્યા હતા. તેમાંથી જબલપુરમાં 500 અને ઇન્દોરમાં 700 ઇન્જેક્શન વેચાયાં હતાં. નકલી ઈન્જેક્શન વેચવાના આરોપમાં એક ખાનગી હોસ્પિટલના સંચાલક સહિત ચાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Advertisement

The post લો બોલો/ મધ્યપ્રદેશમાં નકલી રેમડેસિવિર ઈંજેક્શન લેનારા 90 ટકા દર્દીઓએ આપી કોરોનાને માત, આરોપીઓ વિરુદ્ધ હત્યાનો કેસ પોલીસ માટે સમસ્યા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next