Advertisement

સુરતમાં ફરી લોકડાઉન: આરોગ્યમંત્રી કિશોર કાનાણીના નામે ફરી વાયરલ થયો મેસેજ, આખરે મંત્રીએ કર્યો આ ખુલાસો

07:09 PM Nov 17, 2020 | pratik shah |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

સુરતમાં ફરી લોકડાઉન થાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણીના નામે એક મેસેજ વાયરલ થઇ રહ્યાં છે. જોકે, આ અંગે ખુદ કિશોર કાનાણીએ વિડિયો મેસેજ જારી કરી વાયરલ મેસેજ ખોટો હોવાનું જણાવી ભ્રમિત ન થવા જણાવ્યું હતું.

શું લખ્યું છે વાયરલ મેસેજમાં

આ અંગે મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે જેમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીને સંબોધીને લખવામાં આવ્યું છે કે સોસાયટીના પ્રમુખો, સેક્રેટરી સ્વેચ્છાએ લોકડાઉનનો અમલ કરવો.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

શું કહ્યું કિશોર કાનાણીએ

કિશોર કાનાણી વાયરલ મેસેજને લઇને પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મેસેજ વાહિયાત અને બોગસ છે. કોઇ વિધ્નસંતોષી દ્વારા વાતાવરણમાં ભય પેદા કરવા અને લોકોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અત્યાર પરિસ્થિતિ સારી છે. માટે કોઇ આ મેસેજથી ડરવાની જરૂર નથી માટે આપણે સૌ શાંતિપૂર્ણ કોરોનો જંગ લડીએ અને આવા ખોટા મેસેજથી પ્રભાવિત ન થઇએ. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કિશોર કાનાણીના નામનો આ પ્રકારનો મેસેજ વાયરલ થયો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post સુરતમાં ફરી લોકડાઉન: આરોગ્યમંત્રી કિશોર કાનાણીના નામે ફરી વાયરલ થયો મેસેજ, આખરે મંત્રીએ કર્યો આ ખુલાસો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next