Advertisement

સાવધાન/ વધારે પડતી ચા પીવાથી દૂર રહો, નહીં તો તમારા સ્વાસ્થ્યને પહોંચી શકે છે ગંભીર અસર

11:29 PM Feb 22, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

સામાન્ય રીતે સૌ કોઇને સવારમાં ઊઠતાની સાથે જ ચા પીવાની આદત હોય છે. આજના સમયમાં કોઇ પણ વ્યક્તિને ચા પીવી પસંદ હોય છે, પરંતુ દરરોજ ચા પીવાના ફાયદા અને ગેરફાયદા પણ હોય છે. જેમ કહેવાય છે કે, કોઇ પણ વસ્તુ યોગ્ય માત્રામાં એટલે કે લિમિટમાં જ સારી. કારણ કે વધારેમાં વધારે કંઈ પણ વસ્તુ ખાવા-પીવાથી શરીરને મોટું નુકસાન થાય છે. એ જ રીતે ચાના વધુ પડતા સેવનથી શરીરને મોટું નુકસાન થાય છે. મહત્વનું છે કે, કામ કરીને થાકી ગયા હોવ અથવા તો માથું દુખતું હોય તો તમને એવાં સમયે ચા જરૂરથી તાજગી આપશે પરંતુ આ સિવાય વધુ પડતી ચા પીવાથી શરીરને નુકસાન પણ થતું હોય છે જેના ગેરફાયદા અમે તમને જણાવીશું.

એસિડિટી થવી અને ચાંદા પડવા

આપણે ઘણી વાર ચા પીવાથી એસિડિટી થતી હોવાની ફરિયાદો કરતા હોઇએ છીએ. આ સાથે ગરમ ચા પીવાથી મોંમાં છાલા પણ પડતા હોય છે, જેનાથી તમને ખાવામાં સમસ્યાઓ સર્જાઇ શકે છે.

પેટમાં ગેસની સમસ્યા સર્જાય છે

ખાલી પેટે જો ચા પીવામાં આવે તો પેટમાં બળતરા, ગેસ, ખાટા ઓડકાર આવવા, પીત્ત ચડવું જેવી અનેક બીમારીઓ થાય છે. ઉપરાંત કેન્સર જેવી ખતરનાક બીમારી થવાની પણ શક્યતાઓ રહેલી છે.

કિડની પર થાય છે ખરાબ અસર

જો વધારે પડતી ચા પીવામાં આવે તો તેનાથી તમારી કિડની પર પણ ખરાબ અસર પડે છે. એમાંય ખાસ કરીને ડાયાબીટિસના દર્દીઓએ તો વધારે સાચવવું પડે. કારણ કે જો ડાયાબીટિસના દર્દીઓ વધારે માત્રામાં અને વધારે પડતી ગરમ ચા પીવે તો તેની સીધી જ અસર તમારી કિડની પર પડે છે.

વધુ પડતી ચા પીવાથી તમારા હાડકાંઓ થાય છે નબળા

Advertisement

ઈગ્લેન્ડમાં ચા પર થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે, વધારે પડતી ચા પીવાથી શરીરનાં હાડકાંઓ નબળા પડવા લાગે છે. બ્રિટિશ જર્નલના અભ્યાસ અનુસાર વધારે પડતી ગરમ ચા પીવાથી પેટને જોડતી નળીઓ પર તેની ગંભીર અસર પડે છે જેનાથી પેટમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ સર્જાય છે.

વધારે ચા પીવાથી ચીડીયાપણું આવે છે

તમે ઘણી વાર એવું માર્ક કર્યું હશે કે કેટલાંક લોકોને બોલાવતાની સાથે જ ગુસ્સો આવ જાય છે એટલે કે તેઓ અકળાયેલા રહેતા હોય છે. ત્યારે આની પાછળ તેમની ખાનપાનની રીત જવાબદાર હોય છે. એમાંય વધારે પડતી ચા પીવાથી વ્યક્તિમાં ચીડીયાપણું આવી જાય છે.

READ ALSO :

The post સાવધાન/ વધારે પડતી ચા પીવાથી દૂર રહો, નહીં તો તમારા સ્વાસ્થ્યને પહોંચી શકે છે ગંભીર અસર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next