Advertisement

પશ્ચિમ બંગાળ/ વિસ્ફોટકો ભરેલી ટ્રક પકડાતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી, ટ્રક ચાલક અને ક્લીનર ફરાર

09:07 AM Oct 22, 2021 | Damini Patel |
Advertisement

GSTV

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ વણથંભી રાજકીય હિંસા વચ્ચે બીરભૂમ જિલ્લામાંથી વિસ્ફોટકો ભરેલી ટ્રક પકડાતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.

પોલીસને ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી 5500 જિલેટિન સ્ટિક અને 2300 ડિટોનેટર મળી આવ્યા હતા. પોલીસે હવે આટલા મોટા પાયે વિસ્ફોટકો ક્યાં લઈ જવાઈ રહ્યા હતા તેની તપાસ શરૂ કરી છે. આ મામલામાં કોઈ કાવતરૂ રચાયુ છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે બુધવારની રાતે પોલીસને આ અંગે મળેલી બાતમી બાદ હાઈવે પર વાહનોનુ ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ અને એક ટ્રકમાં પોલીસે જોયુ હતુ કે, વિસ્ફટકોથી ટ્રક ભરેલુ છે.

બીજી તરફ ટ્રક ચાલક અને ક્લીનર પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા. આ પહેલા પણ બીરભૂમ જિલ્લામાંથી ચૂંટણી પહેલા એક થી વધારે વખત વિસ્ફટકો પકડાયેલા છે. રાજ્યમાં 30 ઓક્ટોબરથી 4 ઓક્ટોબર વચ્ચે ચાર બેઠકોની પેટા ચૂંટણી પણ થવાની છે.

Advertisement

દરમિયાન આ વાતની જાણકારી મળ્યા બાદ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

Read Also

The post પશ્ચિમ બંગાળ/ વિસ્ફોટકો ભરેલી ટ્રક પકડાતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી, ટ્રક ચાલક અને ક્લીનર ફરાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next