Advertisement

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ચોથા દિવસે પણ હજુ 81 રસ્તાઓ બંધ, જતાં પહેલાં આ રૂટ્સ પર નાંખી લો નજર

09:30 AM Sep 17, 2021 | Bansari |
Advertisement

GSTV

સોમવારે સાંજ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી માર્ગોનું ધોવાણ થયું તેના કારણે દોઢસો જેટલા માર્ગો બંધ થઈ ગયા હતા જેમાં આજે ચોથા દિવસે સાંજની સ્થિતિ મૂજબ હજુ ૮૧ માર્ગો પર વાહન વ્યવહાર બંધ છે. હજુ અનેક ગામોમાં વિજપૂરવઠો આવ્યો નથી તો એસ.ટી. સહિત માર્ગપરિવહન પણ બંધ રહ્યો છે. તો કૃષિપાકને નુક્શાન અને પશુઓના મૃત્યુ કેટલા થયા તે પૂરી વિગત પણ તંત્ર દ્વારા જાહેર થઈ નથી.

ગોંડલ-જામકંડોરણા રોડ પર જુના બ્રીજને નુકસાન, હવે નવો બન્યા પછી ટ્રાફિક પૂર્વવત્ થશે!

રાજ્ય માર્ગ મકાન વિભાગ અનુસાર સાંજની સ્થિતિએ ૬૯ પંચાયત માર્ગો, ૮ સ્ટેટ હાઈવે અને ૪ અન્ય માર્ગો સહિત ૮૧ માર્ગો બંધ છે. સૌથી વધુ ૬ ધોરીમાર્ગો અને ૨૨ પંંચાયત માર્ગો પોરબંદર જિલ્લામાં બંધ છે.રાજકોટ જિલ્લામાં ઉપલેટા ખાખીજળિયા ચિત્રાવડ રોડ, અનીડા-કોલીથડ, લોધિકા- થોરડી,અને જેતપુર-મેવાસા જામકંંડોરણા એ ચાર રાજ્ય ધોરી માર્ગો આવતીકાલ સુધીમાં ચાલુ થઈ જવાની શક્યતા છે પરંતુ, ગોંડલ-ત્રાકુડા-જામકંડોરણા રોડ પર ફોફળ નદી પરનો પૂલ જર્જરિત થતા અને આ પૂલ ૪૫ વર્ષ જુનો હોય તે નવો બન્યા પછી ચાલુ થઈ શકે તેમ છે. અમરેલી જિલ્લાના રાજુલા-ડુંગર રોડ પર જોલપુરી નદી પરના બ્રીજ પરથી હજુ પાણીનો પ્રવાહ ચાલુ છે અને પાણીનું લેવલ ઘટયા પછી જ રોડ ચાલુ કરાશે તેમ જણાવાયું છે.

જુનાગઢ, જામનગર, રાજકોટ જિ.માં એસ.ટી.ના 100 રૂટ ઉપર બસ વ્યવહાર બંધ રહ્યો

પોરબંદર જિલ્લાના બંધ પડેલા તમામ ૬ સ્ટેટ હાઈવે આજે શરૂ થઈ જવાની શક્યતા છે જ્યારે જામનગર સહિત અન્ય જિલ્લામાં સ્ટેટ હાઈવે હાલ કાર્યરત થયાનું જણાવાયું છે. તો જુનાગઢ ડિવિઝનમાં ૩૭, રાજકોટ ૧૬, જામનગર ૩૬, દ્વારકા ૪, ભાવનગર ૧, અમરેલી૨, કચ્છમાં ૪ સહિત એસ.ટી.ના ૧૦૦ રૂટ આજે સવારે પણ બંધ રહ્યા હતા. ચાર દિવસે પણ લોકોને એસ.ટી.બસની સુવિધા આ રૂટ પર મળી ન્હોતી તો આનાથી એસ.ટી.ને પણ આશરે એક દિવસમાં રૂ।.૮ લાખની આવક ગુમાવી રહ્યું છે.

Read Also

The post સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ચોથા દિવસે પણ હજુ 81 રસ્તાઓ બંધ, જતાં પહેલાં આ રૂટ્સ પર નાંખી લો નજર appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next