Advertisement

Investment / ઇએસઆર ઇન્ડિયા ગુજરાતમાં લોજીસ્ટીક પાર્ક પાછળ 300 કરોડનું મૂડીરોકાણ કરશે, આ વિસ્તારમાં બનશે લોજિસ્ટિક પાર્ક

11:32 AM Jul 26, 2021 | Bansari |
Advertisement

GSTV

ઔદ્યોગિક એકમ ઇએસઆર ઇન્ડિયા ઉત્તર ગુજરાતના ઉભરતા ઔદ્યોગિક કેન્દ્ર જાલીસણામાં 36.5 એકર જમીનમાં ઔદ્યોગિક તેમજ લોજીસ્ટીક પાર્ક બનાવી રહી છે. આ કંપનીએ અંદાજે 300 કરોડનું મૂડીકોરાણ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના એક્ઝિક્યુટીવે કહ્યું હતું કે આ પાર્ક દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પર બની રહ્યો છે. એટલું જ નહીં તે કંડલા, મુંન્દ્રા, આઇસીડી ખોડિયાર અને થાર ડ્રાઇ પોર્ટથી જોડાયેલો હશે. નેશનલ હાઇવે-7 ઉપર વિરમગામ-બેચરાજી રાજમાર્ગ પર સ્થિત આ પાર્ક એન્જીનિયરીંગ, ઇલેક્ટ્રોનિક્સ, એનર્જી નિર્માણ, મશીનરી, ઓટોમોબાઇલ, ઓટો એન્સિલરીઝ અને ઇ-કોમર્સ જેવા ક્ષેત્રો માટેની જરૂરિયાત પૂર્ણ કરશે.

ઔદ્યોગિક અને લોજીસ્ટીક પાર્કમાં 40 હજાર ચોરસફૂટ થી 5 લાખ ચોરસફુટ સુધીની એ-ગ્રેડની સ્પેસ

આ કંપની પાસે ગુજરાતના આ ઔદ્યોગિક અને લોજીસ્ટીક પાર્કમાં 40 હજાર ચોરસફૂટ થી 5 લાખ ચોરસફુટ સુધીની એ-ગ્રેડની સ્પેસ ઉપલબ્ધ હશે. આ કંપનીના જાપાન, સાઉથ કોરિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને વેયતનામ જેવા દેશોમાં પણ ઔદ્યોગિક પાર્કના પ્રોજેક્ટ છે. કંપની ભારતમાં મુંબઇ, પૂના, દિલ્હી, ચેન્નાઇ, બેંગલુરૂ અને અન્ય શહેરોમાં સ્ટેટેજીક લોકેશન ધરાવે છે.

સ્થાનિક રોજગારીની તકોમાં પણ વધારો થવાની સંભાવના

બેચરાજી પાસે વિઠ્ઠલાપુરમાં ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરીંગ કલસ્ટર પાસે આ લોજીસ્ટિક પાર્ક બની રહ્યો છે. આ એવો વિસ્તાર છે કે જે મારૂતીના પ્રોજેક્ટ પછી ઓટો હબ તરીકે ઉભરી રહ્યો છે. આ વિસ્તાર મારૂતી ઉપરાંત સુઝુકી, હોન્ડા કાર, હોન્ડા મોટરસાઇકલ, સ્કૂટર અને ટોયોટો કંપીઓના ઉત્પાદન પ્રોજેક્ટથી ધમધમી રહ્યો છે. ઇએસઆર કંપની જાલીસણામાં પાર્કનો આ પ્રોજેક્ટ નાંખી રહી છે તેથી આ વિસ્તારમાં સ્થાનિક રોજગારીની તકોમાં પણ વધારો થવાની સંભાવના છે.

આ કંપની એસિયા પેસેફિક માર્કેટમાં ઇન્ડસ્ટ્રીયલ અને લોજીસ્ટીક રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ વિકસાવી રહી છે. આ કંપનીએ ગુજરાત ઉપરાંત તામિલનાડુમાં આયોજીત ઇન્વેસ્ટમેન્ટ કોન્ક્લેવમાં ઔદ્યોગિક પાર્ક વિકસિત કરવાની યોજના પણ બનાવી છે. કંપનીએ તામિલનાડુ સરકાર સાથે 550 કરોડ રૂપિયાના મૂડીરોકાણ માટેના સમજૂતી કરાર કર્યા છે.

Read Also

Advertisement

The post Investment / ઇએસઆર ઇન્ડિયા ગુજરાતમાં લોજીસ્ટીક પાર્ક પાછળ 300 કરોડનું મૂડીરોકાણ કરશે, આ વિસ્તારમાં બનશે લોજિસ્ટિક પાર્ક appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next