Advertisement

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ઝેરી કચરો સળગાવતા પર્યાવરણ પ્રેમીઓ લાલઘૂમ, આસપાસના ગ્રામ્યજનોને શ્વાસ લેવામાં પણ તકલીફ

11:20 AM Aug 03, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ભાવનગરના અલંગ-સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડમાં રાત્રિ દરમ્યાન ઝેરી કચરો સળગાવવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓ દોડી ગયા. અલંગમાં શિપ કટિંગ દરમ્યાન ઘણો એવો કચરો નીકળતો હોય છે કે જેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નથી આવતો. જેથી મોટા પાયે પ્રદૂષણ ફેલાતું હોય છે. ત્યારે રાત્રિના સમયે અલંગ- ભારાપરા રોડ પર ઝેરી કચરો સળગાવવામાં આવ્યો હતો. જેના કારણે આજુબાજુના ગામના લોકોની મુશ્કેલી વધી છે. ઝેરી કચરાના કારણે આરોગ્યને નુકસાન થાય છે અને ગામના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જેથી આવાં ઝેરી કચરાનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે.

ટ્રક હડતાલને પગલે પ્લોટોમાં જહાજ કટિંગના ભંગારનો ભરાવો

અત્રે નોંધનીય છે કે, અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગ ઉપર હવે જહાજ કટિંગની કામગીરી બંધ કરવાના ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. છેલ્લાં અઠવાડિયાથી ટ્રક હડતાલને પગલે પ્લોટોમાં જહાજ કટિંગના ભંગારનો ભરાવો થઈ ગયો છે. જેના કારણે શિપબ્રેકરો હવે કામને બ્રેક મારી દેવા વિચારણાં કરી રહ્યા છે. આગામી દિવસોમાં કામ બંધ કરવા અંગેની શું રણનીતિ ઘડવી ? તેને લઈ આવતીકાલે જનરલ બોડીની એક મિટીંગ પણ મળશે. જો અલંગમાં કામગીરીની થંભાવી દેવાશે. તો આ વ્યવસાય સાથે સંકળાયેલા ગરીબ અને મધ્યમવર્ગના અસંખ્ય મજૂર પરિવારોની રોજીરોટી પર વિપરીત અસર પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ઝેરી કચરો સળગાવતા પર્યાવરણ પ્રેમીઓ લાલઘૂમ, આસપાસના ગ્રામ્યજનોને શ્વાસ લેવામાં પણ તકલીફ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next