Advertisement

Graphic Video: અબોલ હાથીને નિર્દયતાથી માર મારવાનો વિડીયો થયો વાયરલ, 2 મહાવત મારતા રહ્યા હાથી કણસતો રહ્યો

11:33 PM Feb 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

હાથીને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવતો હોય તેવો આ વિડીયો જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. વાયરલ થઈ રહેલા આ વિડીયોને જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે અને સાથે જ ખૂબ જ રોષ પ્રગટ કરી રહ્યા છે. આ વિડીયો તમિલનાડુનો છે જ્યાં એક હાથીને બેરહેમીપૂર્વક માર મારવામાં આવી રહ્યો છે.

જાણવા મળ્યા મુજબ આ વિડીયો એક રિજુવેનેશન કેમ્પનો છે અને તેમાં બે લોકો હાથીને ઝાડ સાથે બાંધીને જોરદાર માર મારતા હોય તેમ દેખાઈ રહ્યું છે. વિડીયોમાં દેખાતી બંને વ્યક્તિ હાથીના પગે ડંડા મારે છે અને તેઓ મહાવત હોવાનું માનવામાં આવે છે.

જ્યારે આ બંને મહાવતો હાથીને મારી રહ્યા હોય છે ત્યારે તે પીડાના કારણે બહુ ભયંકર ચીસો પાડે છે. આ હાથી શ્રીવિલ્લિપુથુર મંદિરનો હોવાનું માનવામાં આવે છે. ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ વિડીયો ઉતારીને શેર કર્યો હતો જે ખૂબ વાયરલ થયો છે.

આ ઘટના જે કેમ્પમાં બની છે તે કોઈમ્બતૂરથી 50 કિમી દૂર ઠેક્કમપટ્ટીમાં લાગેલો છે. વિડીયો વાયરલ થયા બાદ બંને દોષિતો વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post Graphic Video: અબોલ હાથીને નિર્દયતાથી માર મારવાનો વિડીયો થયો વાયરલ, 2 મહાવત મારતા રહ્યા હાથી કણસતો રહ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next