Advertisement

ઉર્જા સંકટ / સરકાર છુપાવી રહી છે સચ્ચાઈ, આખરે કેમ ઘટાડી દેવામાં આવ્યો ખેડૂતોનો વીજ પુરવઠો?

11:07 PM Oct 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

સમગ્ર દેશમાં કોલસાની અછત છે. જેને લઈને વીજ ઉત્પાદન ઘટી રહ્યુ છે. પરંતુ સરકાર દ્વારા કોરોનામાં આંકડા છૂપાવવામાં આવ્યા તેવી રીતે વીજ પુરવઠાની ઘટ હોવાનું સ્વીકાર કરવામાં નથી આવતો. પરંતુ હકીકતે ખેડૂતોને આપવામાં આવતો વીજ પુરવઠો ઘટાડી દેવામાં આવ્યો છે

કોલસાની ઘટ પડી રહી છે જે મુદ્દો સમગ્ર દેશમાં હાલ ચર્ચાના ચકડોળે છે. કોલસાની અછતના કારણે વીજળીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. પરંતુ સરકાર દાવો કરે છે કે કોલસાની ઘટ નથી અને વીજ પુરવઠાના ઉત્પાદનમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ હકીકત કંઇક અલગ સામે આવી રહી છે. જેમાં ખેડૂતોને આપવામાં આવતો આઠ કલાકનો વીજ પુરવઠો એકી સાથે આઠ કલાક આપી શકાતો નથી આ તકલીફ 15 – 17 દિવસથી થઈ રહી છે.

હાલમાં એક કલાકથી લઈ ચાર કલાકનું લોડ સેટિંગ આપવામાં આવી રહ્યું છે. ખેડૂતો વીજ કચેરીએ ફોન કરે તો લાઇન ફોલ્ટમાં હોવાના ખોટા બહાના બતાડવામાં આવી રહ્યા છે. પરંતુ હવે ખેડૂતો સ્થાનિક વીજ કચેરીને બદલે પીજીવીસીએલની વડી કચેરી રાજકોટ ખાતે. વીજ પુરવઠાની ખાધ અંગે ફરિયાદ કરી રહ્યા છે. ખેડૂતોના કહેવા મુજબ રાજકોટના અધિકારીઓએ સ્વીકાર પણ કર્યો છે કે પાવરની ઘટ હોવાના કારણે આ સમસ્યા સર્જાઇ રહી છે.

આ સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. જેમાં સરકારે કોરોનાના આંકડાઓ છુપાવી હજારો લોકોને મોતના મુખમાં ધકેલી દીધા તેવી જ રીતે વીજ ઉત્પાદનની ક્ષમતા ઘટી ગઈ છે જેથી ખેડૂતોને વીજ પુરવઠો આપી શકાતો નથી તે વાત હજુ સરકાર સ્વીકારતી નથી. પરંતુ હજુ તો માત્ર પાંચથી દસ ટકા જ ખેડૂતો વીજળીનો ઉપયોગ કરે છે થોડા સમય બાદ શિયાળુ વાવેતરની શરૂઆત થશે જેમાં એકીસાથે ગુજરાતભરના ખેડૂતો વીજ પુરવઠો વાપરશે ત્યારે ગંભીર સમસ્યા સર્જાશે પરંતુ સરકાર પાસે આ અંગેનો હજુ સુધી કોઈ વિકલ્પ નથી. જેથી સરકાર તાત્કાલિક યોગ્ય રસ્તો કરે નહીં તો ખેડૂતો પાસે હેરાન થવા સિવાય કોઈ રસ્તો નથી.

Advertisement

આ સમગ્ર મામલે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારી લોડ સેટિંગની વાતનો સ્વીકાર કરી રહ્યા છે અને કહે છે કે પાવરની વધઘટ ખેડૂતોને મજરે આપી દેવામાં આવે છે. છેલ્લા પંદરેક દિવસથી આ સમસ્યા થઈ રહી છે દિવસે ખેડૂતોને આઠ કલાકમાં જેટલો પાવર ઘટ રહે છે તે પાવર તેને અન્ય સમયે આપી દેવામાં આવી રહ્યો છે. આ સમસ્યાનું ટૂંક સમયમાં નિવારણ થાય તે માટે પીજીવીસીએલ અને સરકાર ચિંતિત છે.

આમ હજુ તો સરકાર વીજ પુરવઠાની ઘટ સ્વીકારતી નથી. હકીકતે ખેતીવાડીમાં આપવામાં આવતા વીજ પુરવઠામાં કાપ મૂકવામાં આવ્યો. ત્યારબાદ ગ્રામ્ય પંથકમાં જ્યોતિગ્રામમાં પણ ઘણીવાર કાપ મૂકવામાં આવી રહ્યો છે અને હજુ ખેતીવાડીમાં વધુ પાવર ની જરૂરિયાત થશે તો શહેરો અને ઇન્ડસ્ટ્રીઝ પર પણ વીજ સંકટ તોળાઈ તો નવાઈ નહીં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post ઉર્જા સંકટ / સરકાર છુપાવી રહી છે સચ્ચાઈ, આખરે કેમ ઘટાડી દેવામાં આવ્યો ખેડૂતોનો વીજ પુરવઠો? appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next